ઝઘડીયા જી.આઈ.ડી.સી.ની અવાવરુ જગ્યા પર વાલિયા-ઝઘડીયા સહિત પાંચ પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂનો વિપુલ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો
વાલિયા-ઝઘડીયા અને નેત્રંગ,ઉમલ્લા,રાજપારડી વિસ્તારમાંથી વિવિધ પોલીસ એજન્સીઓએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જે વિદેશી દારૂના જથ્થાને નાશ કરવામાં માટે કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવી હતી જેને લઈ ઝઘડીયા પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠલાણીને ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આવેલ આકાશ ટાઇલ્સ પાસે અવાવરુ જગ્યા પર દારૂનો નાશ કરવા નક્કી કર્યું જેને પગલે આજરોજ પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠલાણી અને ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઇ,નશાબંધી વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારી ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝગડીયા