Satya Tv News

ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 5, 6, 7 અને 11 માં વિવિધ યોજનાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો.

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દરેક લાભાર્થીઓ સુધી પહોંચે માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચના દિવ્યજીવન સંઘ હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 5, 6, 7 અને 11 માં વિવિધ યોજનાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો.ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મુખ્ય અધિકારી સંજય સોની ,શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, ઉપપ્રમુખ નીનાબેન યાદવ, વિવિધ સમિતિના ચેરમેનો અને સાથી નગરસેવકો ઉપસ્થિત રહ્યા.

વીડ્યો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: