ઝઘડીયા જી.આઈ.ડી.સીમાં આવેલી બંધ પડેલી આકાશ સ્ટાઈલ કંપનીમાં શટર તોડી પ્રવાસી લોખંડનાં સ્કેપ અને મશીનરીની ચોરીમાં ઝડપાયેલા 4 સહિત 6 શખસો સામે પોલીસે ફરિયાદ નોંધવા પામી છે
ઝઘડીયા જી.આઈ.ડી.સીમાં આવેલી આકાશ સ્ટાઈલ કંપની ઘણા સમયથી બંધ હાલતમાં પડેલી હોય બંધ આકાશ સ્ટાઈલ કંપનીમાં શટર તોડી પ્રવેસી ગેસ કટરથી કટીંગ કરી ચોરી કરી આઈસર ટેમ્પોમાં સામાન ભરે છે. તેવી ઝઘડીયા પોલીસ સ્ટેશનનાં પી.આઈ.પી.એચ.વસાવાને બાતમી મળતાં બાતમી આધારે ઝઘડીયા જી.આઈ.ડી.સીમાં આવેલી આકાશ સ્ટાઈલ કંપની ખાતે પોતાના સ્ટાફ સાથે છાપો મારતાં લોખંડનાં સ્કેપ તથા મશીનરી ને આઈસર ટેમ્પામાં ભરતાં 11 જેટલા ઈસમો રંગેહાથ ઝડપાયા હતા. 11 ઈસમો માંથી 4 ઈસમો (1) રાકેશ કુમાર હરીશંકર સીરોમન ચમાર, રહે.પાનોલી ગામ (2) ઘનશ્યામ શ્રી કિષના છીટાઈ યાદવ રહે હાલ અંસાર મારકેટ (3) રોહિત શિવપ્રસાદ સોમનાથ બોધ રહે.અંસાર મારકેટ અંકલેશ્વર (4) વાજીત નાશીર શાહ રહે. ને ઝઘડીયા પોલીસ દ્વારા આઈસર ટેમ્પા સાથે અટકાયત કરી હતી. અન્ય 7 જેટલા ઈસમો ભાગી છુટયા હતા. ઝઘડીયા પોલીસ દ્વારા ચારે આરોપીઓની અટકાયત કરી આઈસર ટેમ્પો GJ 16 AU 6039 તથા લોખંડનાં સ્કેપ તેમજ મશીનરી મળી કુલ 5.30.000/-નો મુદામાલ કબ્જે લઈ કાયદેસરની કાયૅવાહી હાથ ધરી અન્ય ફરાર આરોપીઓ ને પકડવાના ચકો ગતિમાન કયાં
વિડીયો જર્નાસ્લીટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝઘડિયા