એરટેલ અને Vi બાદ હવે જિયોએ પણ તેના પ્રીપેઈડ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. જિયોએ તેના પ્લાનમાં 21% સુધીનો ભાવવધારો કર્યો છે. જિયોના 75 રૂપિયાના પ્લાનમાં 16 રૂપિયાનો ભાવવધારો થયો છે.
129 રૂપિયાનો પ્લાન 155 રૂપિયા, 399 રૂપિયા, 1299 રૂપિયાનો પ્લાન 1559 રૂપિયા અને 2399 રૂપિયાનો પ્લાન હવે 2879 રૂપિયાનો થયો છે. ડેટા ટોપ અપની કિંમત પણ હવે વધી જશે. 6GB ડેટાની કિંમત અગાઉ 51 રૂપિયા હતી હવે તેના માટે 61 રૂપિયા આપવા પડશે. 12GB માટે હવે 101 રૂપિયાને બદલે 121 રૂપિયા અને 50GBના 251 રૂપિયાને બદલે 301 રૂપિયા આપવા પડશે.
ભાવવધારો અમલી બન્યા છતાં તેના પ્લાન્સની સરખામણી એરટેલ અને Viના પ્લાન સાથે કરીએ તો જિયોના પ્લાન સસ્તા છે.
ટેરિફ પ્લાન મોંઘા કરવા પર ટેલિકોમ મામલાના એક્સપર્ટ અને કોમફર્સ્ટના ડાયરેક્ટર મહેશ ઉપ્પલ જણાવે છે કે, ભારતમાં ટેલિકોમ કંપનીઓ સામે 2 સમસ્યા છે. પ્રથમ આપણા દેશમાં આખી દુનિયા કરતાં સૌથી ઓછો ARPU છે. કંપની ઈચ્છે છે કે ગમે તે રીતે આ કિંમત વધે. જો કોમ્પિટિટર કંપનીએ ભાવ ન વધાર્યા તો ભાવવધારો કરનાર કંપનીને બિઝનેસમાં ખોટ થઈ શકે છે.
બીજી સમસ્યા એ છે કે આપણા દેશમાં યુઝર્સ માટે પૈસા ઘણા મહત્ત્વના છે. ભાવવધારો થતાં ગ્રાહકો સસ્તી પડતી ટેલિકોમ કંપનીના શરણે જવાનું પસંદ કરે છે. એરટેલ અને Viએ ભાવવધારો લાગુ કર્યો પરંતુ જિયોએ હજુ આવી કોઈ જાહેરાત કરી નથી. બની શકે આ સ્થિતિમાં જિયોને વધારે ફાયદો થાય. જોકે હાલ માર્કેટમાં કોમ્પિટિશન ઓછું છે અને કંપનીઓ ડેટા રેવેન્યુ પર વધારે ફોકસ કરે છે.