Satya Tv News

રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપા રમત-ગમત સમિતિ સેલ દ્વારા કે જી એમ સ્કૂલ ના કમ્પાઉન્ડમાં વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલે વોલીબોલ સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી

ભરૂચ જિલ્લામાંથી ૨૦ જેટલી ટીમોએ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો. ઝાડેશ્વર કે.જી.એમ વિદ્યાલય ખાતે યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડ, જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન,તાલુકા પંચાયત સભ્ય કૌશિક પટેલ, ભાજપ રમત ગમત સેલના સહકન્વીનર પ્રશાંત પટેલ, રમત ગમત અધિકારી રાજનભાઈ, ભાજપા આગેવાનો, કાર્યકરો,સહિત વોલીબોલમાં ભાગ લેનાર ટીમો હાજર રહી હતી.

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: