Satya Tv News

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ભડકોદરા ગામની 20 વર્ષીય યુવતીનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ જ કરૂણ મોત નીપજયું હતું

અંકલેશ્વર તાલુકાનાં ભડકોદરા ગામની નવી વસાહત ખાતે રહેતી 20 વર્ષીય મેઘાબેન ધનસુખભાઈ પરમાર પોતાની એક્ટિવા નંબર-જી.જે.16.સી.સી.6998 લઈ નેશનલ હાઇવે ઉપર ભરુચથી અંકલેશ્વર તરફના ટ્રેક ઉપર પોતાના ઘરે આવી રહી હતી તે દરમિયાન વર્ષા હોટલની સામે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા સવાર યુવતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

વિડીયો જર્નાસ્લીટ કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: