સુરતમાં શિક્ષિકા સાથે પડાવેલા ફોટો પતિને મોકલી ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ કરનાર યુવકથી ત્રાસી ગયેલ પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પુત્રની ફરિયાદના આધારે બેકાર યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી પરિણીતા અને શિક્ષિકા તરીકે કામ કરતી મહિલા સાથે પહેલા ફોન ઉપર સંપર્ક કરી મિત્રતા કર્યા બાદ તેના પાડેલા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધી અવારનવાર બળાત્કાર કરનાર યુવકથી ત્રાસી ગયા પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પુત્રની ફરિયાદના આધારે બેકાર યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરતના પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી પરિણીત શિક્ષીકા સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી અલગ-અલગ ઠેકાણે ફરવા લઇ જઇ મોબાઇલમાં ક્લીક કરેલા ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર યુવાન વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે. પોલીસે દુષ્કર્મ આચરનાર બેકાર એન્જિનિયર યુવાનની ધરપકડ કરી મોબાઇલ કબ્જે લીધો છે.
પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી શિક્ષીકાનો વર્ષ 2017માં આકાશ રમણ નિશાદ ઉ.વ. 26 રહે. શિવશ્કિત, મથુરા નગરી, મોતીબાગ પાર્ટી પ્લોટની બાજુમાં, પાલનપુર ગામ સાથે પરિચય થયો હતો. પુત્રના રમાડવાના બહાને સંર્પકમાં આવેલા આકાશે શિક્ષીકાનો મોબાઇલ નંબર મેળવી લઇ મેસેજ કર્યા હતા.મેસેજ પર વાતચીત બાદ તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેઓ પરિવારની જાણ બહાર ફરવા જતા હતા. શહેરના પાલ ગૌરવ પથ ઉપરાંત અન્ય વિસ્તાર તથા ભેંસાણ અને બરબોધન સહિતના વિસ્તારમાં લઇ ગયો હતો.
જયાં આકાશે શિક્ષીકાના ફોટો મોબાઇલમાં ક્લીક કર્યા હતા.જોકે કોઇક કારણોસર બંને વચ્ચે ઝઘડો થતા શિક્ષીકાએ વાતચીત કરવાનું અને મળવાનું બંધ કરી દીધું હતું. તેણીને અવાર-નવાર રસ્તાની વચ્ચે રોકી ગાળો બોલી તમાચા મારતો હતો. જેને લઇને આ શિક્ષિકા ત્રાસી ગઈ હતી આ કારણે સબંધ કાપી નાખ્યો હતો.આ કારણે આકાશે શિક્ષીકાના ફોટો તેના પતિ, સંબંધી અને સ્કૂલના સ્ટાફને મોકલી આપવાની ધમકી આપી મળવા બોલાવતો હતો. આ દરમિયાન આકાશે શિક્ષીકાને માર મારી દુષ્કર્મ આચાર્યુ હતું. જેને પગલે શિક્ષીકાએ ફરીયાદ નોંધાવતા બેકાર કોમ્પ્યુટર એન્જિનિયર આકાશની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.
વિડીયો જર્નાસ્લીટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત