ભરૂચ શહેર અને જિલ્લાના ઉભરતા ક્રિકેટરો માટે મધુરમ પાર્ટી પ્લોટમાં દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રૂચીએકેડમીનો પ્રારંભ કરાયો છે
ભરૂચ શહેર અને જિલ્લામાંથી યુવા પ્રતિભાઓને બેસ્ટ ક્રિકેટ કોચીંગ મળી રહે અને તેઓને પ્રોત્સાહન મળી રહે તેવા ઉદ્દેશ્યથી નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે મધુરમ પાર્ટી પ્લોટ ખાતે રૂચી એકેડમીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ભવિષ્યમાં આ એકેડમી દ્વારા જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટર્સ બહાર આવશે.
ભરૂચ જિલ્લામાંથી રાષ્ટ્રીયકક્ષાએ ઇખર એક્સપ્રેસના નામે મુનાફ પટેલે નામના મેળવી છે.હવે ભરૂચમાંથી છોકરીઓ પણ ક્રિકેટમાં આગળ આવી રહી છે,ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં આવા ઉભરતા યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન મળે માટે નિશાંત મોદી, રૂચી દેસાઈ અને શૈલી મોદી દ્વારા મધુરમ પાર્ટી પ્લોટ ખાતે રૂચી એકેડમીનો પ્રારંભ કરવામાં આવ્યો છે,
ભરૂચ શહેર જિલ્લા ક્રિકેટમાં આગળ વધવા માગતા યુવા પ્રતિભાઓ સારું કોચિંગ મેળવે, સારી પ્રેક્ટિસ કરી આવનાર સમયમાં ક્રિકેટમાં રાષ્ટ્રીયકક્ષાએ આ એકેડમિમાંથી ખેલાડીઓ બહાર આવે તેવા ઉદેશ્ય સાથે રૂચી એકેડમીને શરૂ કરવામાં આવી છે.
મધુરમ પાર્ટી પ્લોટ ખાતે ઉપસ્થિત નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રૂચીએકેડમીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ક્રિકેટમાં ચેમ્પિયન બનેલી દિવ્યાંગ ટીમના તમામ ખેલાડીનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વર પટેલ,ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા,ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,ભરૂચ જિલ્લા ક્રિકેટ એસો.ના સભ્યો સહિત જિલ્લાના આગેવાનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ