Satya Tv News

સામૂહિક આત્મહત્યાની એક દિલ હચમચાવી દે તેવી ઘટનામાં એક મહિલા પોતાની પાંચ પુત્રીઓને લઈને કુવામાં કુદી પડી હતી.તમામ બાળકીઓ અને માતાના મોત થયા છે.

મૃત્યુ પામેલી બાળકીઓની વય એક વર્ષથી માંડીને 14 વર્ષની વયની છે.આ ઘટના રાજસ્થાનના કોટા જિલ્લાની છે.અહીંના એક ગામમાં રહેલા શિવલાલ નામના વ્યક્તિની 40 વર્ષની પત્ની બાદામ દેવી પોતાની પાંચ બાળકીઓને લઈને કુવામાં કુદી ગઈ હતી.જેમાં એક વર્ષની અર્ચના, ચાર વર્ષની ગૂંજન, 6 વર્ષની કાજલ, આઠ વર્ષની અંજલી અને 14 વર્ની સાવિત્રીનો સમાવેશ થતો હતો.

જે સમયે માતા પોતાની પાંચ પુત્રીઓને લઈને કુવામાં કુદી તે સમયે બાકીની બે બાળકીઓ 14 વર્ષની ગાયત્રી અને સાત વર્ષની પૂનમ ઘરની બહાર હોવાથી જીવતી બચી ગઈ હતી.

મહિલાના પતિએ કહ્યુ હતુ કે, શનિવારે બપોરે હું ઘરની બહાર હતો અને સાંજ સુધી પાછો આવ્યો નહોતો.રાત્રે પત્નીએ આત્મહત્યાનુ પગલુ ભર્યુ હતુ.પતિએ ઘરમાં ઝઘડા થતા હોવાની વાતનો ઈનકાર કર્યો છે.જોકે પોલીસને પતિ પત્ની વચ્ચેના વિખવાદ અંગેની પ્રાથમિક જાણકારી મળી છે.

error: