ભરૂચ જિલ્લા પંચાયતની ગડખોલ બેઠકના ચૂંટાયેલા સભ્ય અને જિલ્લા પંચાયતમાં સત્તારૂઢ ભાજપ પક્ષના દંડક એવા અનીલ વસાવાનો ધમકી આપતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વર્તમાન સમયે અંકલેશ્વર તાલુકાની સૌથી મોટી અને ૮૦ હજારની વસ્તી ધરાવતી ગડખોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપની જ બે છાવણીઓ સામસામે જંગ ખેલી રહી છે.જિલ્લા પંચાયતની ગડખોલ બેઠક ઉપરના ભાજપાના સભ્ય અનીલ વસાવા પણ માસ્ટર પેનલની વિરુદ્ધ સહકાર પેનલને ખુલ્લું સમર્થન આપી રહ્યા છે, ત્યારે ગડખોલ ગામના એક યુવાન મતદાનને ટેલિફોન ઉપર બીભત્સ ગાળો સાથે નોકરી ઉપરથી કઢાવી નાખવાની ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં ભારે ચર્ચાસ્પદ બનવા પામ્યો છે. શું છે
વાયરલ ઓડિયો અંગે મીડિયાએ પ્રશ્નો પૂછતા અનીલ વસાવાએ આ વાયરલ ઓડિયો માં તેમનો અવાજ જ નથી એવી કેફિયત રજૂ કરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર