બાળકોને પોલીસ સ્ટેશન ના અધિકારીઓ, સ્ટાફ તથા વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતીગાર કરાયા તથા કાયદાઓ અંગેની જાણકારી આપવામાં આવી. પ્રાથમિક કેસ નોધવાથી લઈને પ્રોસેસ કરવા સુધીની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી. મહિલા વિભાગ દ્વારા બહેનો પર થતાં અત્યાચાર, શોષણ, હિંસા કે તાત્કાલિક સહાય માટે પોલીસ વિભાગ કઈ રીતે મદદરૂપ થાય છે તે સમજાવવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનુરાગ દુબે, સામાન્ય સચિવ પ્રકાશ પટેલ, અધિકારીઓ તથા શિક્ષકગણ હાજર રહ્યા હતા.