Satya Tv News

ડી.આઈ.એ.એ નિયમોની વિરુદ્ધ જઇ અનેક કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરી……..!!!!!

વાગરા કોર્ટે ટોરેન્ટ પાવર ને રૂપિયા ૧.૦૫ કરોડ આઠ ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ થી હડકમ્પ…….!!!!!

દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશને જી.આઈ.ડી.સી. પાસેથી વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૩ દરમિયાન ૨૫ એમ.જી.ડી વોટર સપ્લાય સ્કીમનો કોન્ટ્રાકટ લઈ નિયમ વિરુદ્ધ જઇ કંપનીઓ પાસેથી અઢળક નાણાં વસુલ્યા હતા.કરોડો રૂપિયાનું જલ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવતા દહેજ ઉદ્યોગ નગરી માં સોપો પડી જવા પામ્યો હતો.કૌભાંડ મામલે વાગરા કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે ડી.આઈ.એ. ને ૧.૦૫ કરોડ રૂપિયા આઠ ટકા વ્યાજ સહિત ટોરેન્ટ પાવર ને ચુકવવાનો હુકમ કરતા દહેજ ઉદ્યોગ નગરી માં હડકંપ મચી જવા પામ્યો હતો.

            દહેજ ઈન્ડસ્ટ્રીયલ ઝોન નો વિકાસ થતા સેંકડો નાની મોટી કંપનીઓ આકાર પામી છે.જેમાં અત્યંત જરૂરી પાણી ને કંપનીને પહોંચાડવા જી.આઈ.ડી.સી. દ્ધારા ૨૫ જી.એમ.ડી વોટર સપ્લાય સ્કીમ અમલમાં મૂકી હતી.ઓગષ્ટ ૨૦૧૧ થી જુલાઈ ૨૧૦૩ દરમિયાન દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશને કોન્ટ્રાકટ લઈ કામગીરી કરી હતી.

જી.આઈ.ડી. સી.અને દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન વચ્ચે થયેલ કરાર માં GIDC ના નિયમો મુજબ પાણી નો સપ્લાય આપવાનો હતો.તેમ છતાં ડી.આઈ.એ ના પ્રમુખ એમ એ હનીયા અને તેમની ટીમે નિયમો ને નેવે મૂકી કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરી મસમોટું પાણી કૌભાંડ આચર્યું હતુ.ઉદ્યોગો પાસેથી પાણી ના વપરાશ મુજબ પૈસા વસુલવાના હતા.પરંતુ તેમ ન કરી પોતાની મનમાની મુજબ કંપનીઓ ની અંદાજીત પાણી ની જરૂરિયાત સામે ૭૫% લેખે કરોડો રૂપિયાની વસુલાત કરી હતી.

એસ.ઇ.ઝેડ – ૧ માં આવેલ ટોરેન્ટ પાવર કંપની એ ડી.આઈ.એ ની આપખુદશાહી સામે અવાજ ઉઠાવી ૨૦૧૪ ના વર્ષમાં ભરૂચની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.જેને વાગરા  કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.સદર કેસ ચાલવા પર આવ્યો હતો.જેમાં કોર્ટે બંને પક્ષો ના વકીલો ની ધારદાર રજૂઆતો ને અંતે દહેજ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન ને કસૂરવાર ઠેરવી ટોરેન્ટ પાવર ને ૧.૦૫ કરોડ રૂપિયા આઠ ટકા ના વ્યાજ સાથે પરત કરવા નો હુકમ કરતા દહેજ ઉદ્યોગ નગરીમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

કોર્ટના હુકમ ને પગલે ડી.આઈ.એ ના પ્રમુખ સહિત ના પદાધિકારીઓ માં ભારે દોડધામ મચી ગઇ છે.તો બીજી તરફ ઠંડી ના ચમકારા વચ્ચે પણ ઉદ્યોગ નગરીમાં વાતાવરણ ગરમાઈ જવા પામ્યુ છે.

બોક્સ : ૧ 

દોષ નો ટોપલો દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશ પર ફેંકતા પ્રમુખ હનીયા 

ખોટી રીતે એક કંપની પાસેથી પાણી બિલ વસૂલવા બાબતે કોર્ટમાં આવેલ ચુકાદા બાબતે  દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ના પ્રમુખ એમ એ હનીયા એ જણાવ્યુ હતુ કે દહેજ ઔધીયોગિક વિસ્તાર માં પાણી સપ્લાય નો નિર્ણય કોઈ વ્યક્તિગત નિર્ણય નથી.સંસ્થાએ નિર્ણય કર્યા હતા.દહેજ ઇન્ડસ્ટ્રીઝ  એસોસીએશન ને નક્કી કરેલા નિયમ મુજબ વહીવટ કરાયો હતો.પરંતુ તેનાથી નારાજ કંપની એ કોર્ટનો રાહ અપનાવ્યો હતો.કોર્ટે જે હુકમ કર્યો છે તેનો અનાદર નથી કરતા પરંતુ આ ડી.આઈ.એ ને લગતો વિષય છે.એટલે સંસ્થા ના હોદ્દેદારો ની મિટિંગ બોલાવી ચર્ચા વિચારણા કરી કોર્ટ ના હુકમ નો જે નિર્ણય લેવાશે તે રીતે અમલ કરીશું.

બોક્સ : ૨.

પ્રમુખે પોતાના પદપર થી રાજીનામુ આપવુ જોઈએ 

કોર્ટ નો હુકમ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન માટે કલંક સમાન છે.પ્રમુખે એસોસીએશન ને ગેરમાર્ગે દોર્યું હતુ.કોર્ટના હુકમ મુજબ ની નાંણાકીય ભરપાઈ પ્રમુખના વ્યક્તિગત ખાતામાંથી થવી જોઈએ.અને સમગ્ર ઘટના સપાટી પર આવ્યા બાદ પ્રમુખે પોતાના પદપર થી રાજીનામુ આપવુ જોઈએ એમ ફોર્મર સેક્રેટરી જોઈન્ટ દિનેશભાઇ પટેલે જણાવ્યુ હતુ.

બોક્સ : ૩

શું છે ૨૦૧૦ નો પાણીના નિયમમાં સુધારો

GIDC ના નોટીફીકેશન ૧૯૯૧ ના વોટર સપ્લાય રુલ ના ક્લોઝ નંબર ૨૨ મુજબ જે તે કંપનીના  પાણી જથ્થાની માંગણી મુજબ ઓછો પાણી વપરાશ કરવા છતાં કુલ માંગ ના ૭૦ % લેખે પાણી બિલોની વસુલાત કરવા નો નિયમ હતો.જેમાં ૨૦૧૦માં સુધારો કરી જેટલો વપરાશ થાય એ મુજબ નું બિલ વસુલવાની જોગવાઈ કરવામાં આવી હતી.GIDC પોતે પણ પાણી સપ્લાય ના નવા નિયમ ના ક્લોઝ -૭ મુજબ વસુલાત કરતી હતી.અને પાણીના વપરાશ માટે કંપનીઓમાં રજીસ્ટર્ડ મીટરો પણ લગાવવામાં આવ્યા હતા.

બોક્સ : ૪

જી.આઈ.ડી.સી તેમજ DIA ના મોટા માથાઓની શંકાસ્પદ સંડોવણી બહાર આવવાની સંભાવના

     દહેજ ઉદ્યોગિક વાસહત માં જે તે સમયે ૭૦ થી વધુ કંપનીઓ જી.આઈ.ડી.સી. માં કાર્યરત હતી.મોટા ભાગ ની કંપનીઓ પાસેથી નિયમો વિરુદ્ધ જઇ પાણી ના બિલોની વસુલાત કરવામાં આવી હતી.જે સામે ટોરેન્ટ પાવરે કોર્ટ નો સહારો લેવાની ફરજ પડી હતી.જેમાં કોર્ટે દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ને વ્યાજ સહિત ની વસુલાત કરેલ રકમ પરત કરવાનો હુકમ કર્યો છે.જો આ બાબતે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો જી.આઈ.ડી.સી તેમજ DIA ના મોટા માથાઓની શંકાસ્પદ સંડોવણી બહાર આવે તો નવાઈ નહિ.હાલ તો કોર્ટ નો હુકમ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા ટોરેન્ટ પાવર ઉપરાંત અનેક કંપની ઓ પાસેથી આવા નાણાં ની વસુલાત કરવામાં આવી છે.તો આ રીતે નિયમ ની ઉપરવટ જઇ ઉઘરાવાયેલ નાંણા ગયા ક્યાં તે સવાલ પણ ખૂબ ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.

બોક્સ …(૫)

ટોરરેન્ટ પાવર ના જાગૃત કર્મી ની જાગૃતતાએ કંપની ને ફાયદો કરાવ્યો

દહેજ ખાતે કાર્યરત ટોરરેન્ટ પાવર કંપની સાથે અનેક વર્ષો થી જોડાયેલા અને વફાદાર એક કર્મચારી ના ધ્યાન પર ડી.આઈ.એ. દ્વારા પાણીના વધુ નાંણા વસુલવામાં આવતા હોવાની વાત ધ્યાન પર આવી હતી.જેને મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ઉપલી હરોળ ના અધિકારીઓ ને વિશ્વાસમાં લઈ ડી.આઈ.એ દ્વારા ખોટી રીતે વસુલાયેલ નાંણા પરત મેળવવા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.અને અંતે સદર કેસમાં ટોરરેન્ટ પાવર ની જીત થઈ હતી.જો કે અન્ય કંપનીઓ દ્વારા આ બાબતે કોઈ જ અવાજ ન ઉઠાવાતા કંપની ના ઉચ્ચ અધિકારી ઓ અને દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન વચ્ચે સાંઠગાંઠ ને પણ હાલ ના તબક્કે નકારી શકાય તેમ નથી.

વિડિયો જર્નલિસ્ટ ઝફર ઘડીમલ સત્યા ટીવી વાગરા

error: