ભરૂચમાં કોરોનાની વકરતી જતી સ્થિતિ વચ્ચે જિલ્લા અધિક કલેકટરનું જાહેરનામું
4થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લડી લેવાયો
GNFC કંપનીના 10 કર્મીઓ દુબઈમાં કોરોના સંક્રમિત
ટાઉનશીપમાં પણ 5 થી વધુ એક્ટિવ કેસ આવતા ફફડાટ
એમિટી શાળામાં પણ એક વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત
ઓફલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી,ઓનલાઈન વર્ગો શરૂ કરવા રજૂઆતો
ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા અધિક કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં 4થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો GNFC કંપનીના 10 કર્મીઓ દુબઈમાં કોરોના સંક્રમિત હોવાના અહેવાલ સાંપડી રહયા છે . વધુમાં ઓફલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહેતા ફરીથી ઓનલાઈન વર્ગો શરૂ કરવા રજૂઆતો થવા પામી છે .
ભરૂચમાં રોજે રોજ વધતા જતા કોરોનાના કેસો વચ્ચે જિલ્લા વહીવટી તંત્રે ધારા 18 જાન્યુઆરી સુધી 4 લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ જારી કરી દીધો છે. વધતા જતા કોરોનાના જિલ્લામાં કેસો વચ્ચે સ્કૂલોમાં હવે ઓફલાઇન શિક્ષણમાં વિધાર્થીઓમાં ઘટાડા સાથે વાલીઓએ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા રજૂઆતો શરૂ કરી દીધી છે. સાથે જ કોરોનાની વકરતી જતી સ્થિતિ વચ્ચે સભા, સરઘસ, રેલી, મંડળી રચવા ઉપર ભરૂચ જિલ્લા અધિક કલેકટર જે.ડી. પટેલે જાહેરનામા થકી અંકુશ લાદી દીધો છે.
બીજી તરફ ભરૂચની જીએનએફસી કંપનીના બોઇલર વિભાગમાંથી દુબઈ ફરવા ગયેલા 12 કર્મચારીઓ પૈકી 10 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા ત્યાં જ કવોરંટાઇન કરી દેવામાં આવ્યા છે. જેઓ 14 દિવસ દુબઈમાં જ અટવાઈ જતા પરિજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.GNFC ટાઉનશિપમાં પણ હાલ 5 થી વધુ કોરોનાના એક્ટિવ કેસ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આટલું ઓછું હોય તેમ GNFC સ્કૂલની એક વિદ્યાર્થીની પણ કોરોનાની ચપેટમાં આવી જતા શાળાને સેનેટાઇઝ કરી બે દિવસ માટે બંધ કરી દેવાઈ છે. તો શહેરની એમિટી સ્કૂલમાં પણ ધોરણ 8 નો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે જિલ્લા અને શાળાઓમાં વધતા જતા કોરોનાના કેસને લઈ વાલીઓ વિધાર્થીઓને શાળાએ મોકલવામાં પાછી પાની કરી રહ્યા હોય ઓફલાઇન વર્ગોમાં વિદ્યાર્થીઓની પાછી પાની વચ્ચે ઓનલાઈન વર્ગો શરૂ કરવા હવે સ્કૂલો ઉપર દબાવ વધી રહ્યો છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ