Satya Tv News

અંકલેશ્વરના જૂના એસટી બસ ડેપો મહિલાને બે ગઠિયાઓ એ કરી છેતરપિંડી
શહેર પોલીસે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વરના જૂના એસટી બસ ડેપો સામે મહિલાને બે ગઠિયાઓ રૂપિયા ત્રણ લાખ આપવાની લાલચ સોનાના ઘરેણાં અને રોકડા 8 હજાર મળી કુલ 49 હજારના વધુના મુદ્દામાલની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા

અંકલેશ્વર તાલુકાનાં તરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતી રમીલાબેન શનુભાઈ પટેલ સાયણ ખાતે શાકભાજીનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ ગતરોજ અંકલેશ્વરથી મેમું ટ્રેનમાં સવાર થઈ સાયણ ખાતે શાકભાજીનું વેચાણ કરવા ગયા હતા જેઓ પરત અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉતરી જૂના એસટી બસ ડેપો સામે બેઠા હતા તે દરમિયાન બે ગઠિયા તેઓ પાસે આવ્યા હતા અને તેઓને વાતોમાં ભોળવી તેઓ પાસે રહેલ સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા આઠ હજાર થેલામાં મૂકી આપવાનું કહી મહિલાની નજર ચૂકવી કુલ 49 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા શહેર પોલીસે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જર્નાસ્લીટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: