ડીઝીટલ સિનેમાના દૌરમાં સિંગલ સ્ક્રીન થિયેટરો ભૂતકાળ બન્યા,
રિલીફ સિનેમા ભરૂચવાસીઓ માટે એક યાદ.
1972 થી 2022 સુધી રિલીફ સિનેમાની ઉતાર ચઢાવવાળી રોમાંચક સફર
ભરૂચના સ્ટેશનરોડને મુખ્ય માર્ગ પર આવેલ રિલીફ સિનેમા તેના સુવર્ણકાળના અંતિમ શ્વાસ લઈ રહી છે,1972 થી 2022 સુધી રિલીફ સિનેમાની ઉતાર ચઢાવવાળી રોમાંચક સફર રહી છે.ચાલો જુએ આ અહેવાલ
ભરૂચ શહેરની મુખ્ય ટોકીઝોમાં રિલીફ ટોકીઝ સહિત ભારતી ટોકીઝ, બસંત ટોકીઝ, સરસ્વતી ટોકીઝ ,શાલીમાર ટોકીઝ અને રિલેક્સ ટોકીઝ સિંગલ સ્ક્રીનોનો સુવર્ણકાળ ચાલી રહ્યો હતો. તે સમયની આધુનિક સાઉન્ડ સિસ્ટમ, AC અને 70 એમ.એમના મોટા સ્ક્રીનવાળી રિલીફ સિનેમાએ ભરૂચવાસીઓના દિલમાં સ્થાન જમાવ્યું હતું.3 નવેમ્બર 1972માં પ્રથમ ફિલ્મ “મેરે જીવન સાથી”થી સિંગલ સ્ક્રીન એવા રિલીફ સિનેમાનો સુવર્ણકાળ શરૂ થયો હતો, રિલીફ સિનેમા માં સૌથી વધારે સમય ચાલનાર ફિલ્મ “જય ખોડીયાર માં” હતું.તે સમયકાળ માં ટિકિટો નું એડવાન્સ બુકીંગ થવું, ટિકિટો મેળવવા લાઈનો લાગવી, પિક્ચર જોવા માટે સમય પર ટોકીઝમાં સીટ મેળવવા ધક્કા મુક્કી થવી, હાઉસફુલના પાટિયા ઝૂલવા, ફિલ્મ જોવાની મજા જ કઇ ઓર હતી.તે વખતે ટિકિટ દર બાલ્કની માં 2:50, અપર સ્ટોલના 2 રૂપિયા, મિડલ સ્ટોલવ1:50 જ્યારે લોયર સ્ટોલના 1 રૂપિયો હતો જેથી સામાન્ય અને ગરીબ પરિવાર પણ ફિલ્મો માણી શકતા હતા.આજે તેસમય સોશ્યલ મીડિયાના જમાનામાં ભૂતકાળ બની ગયું આજે આઈનોક્સ, OTT પ્લેટફોર્મ, નેટફ્લિક્સ,સહિતના પ્લેટફોર્મે તમામ સિંગલ સ્ક્રીનો ધીરે ધીરે બંધ થઈ જતા ભૂતકાળ થઈ ગયા,આજે ભરૂચની રિલીફ ટોકીઝમાં વર્ષોથી કર્મચારી તરીકે કામ કરતા અરવિંદભાઈ મહેતાએ રિલીફ સિનેમાના સુવર્ણકાળને યાદ કર્યો હતો.
ભરૂચના જાણીતા ફિલ્મ મેકર, આર્ટિસ્ટ ,અને સાહિત્યકાર એવા ડો.તરૂણ બેંકરે પણ રીલીફ સિનેમાના સુવારણકાળને વાગોળતા જણાવ્યુ હતું કે ભરૂચમાં તે સમયે રિલીફ સિનેમા ભરૂચની શાન અને આધુનિક ટોકીઝ હતી.આજે તે ભરૂચવાસીઓની યાદમાં રહેશે.
જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ