Satya Tv News

અંકલેશ્વરના સ્ટેશન પાસે લોખંડના દરવાજાની ચોરી
શિવશક્તિ કલરના રીનોવેશન માટે કઢાયેલ દરવાજાની થઇ ચોરી
પ્રતિન પોલીસ ચોકીની સામે આવેલ કોમ્પ્લેક્સમાં જ થઇ ચોરી
શહેર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર સ્ટેશન પાસે પ્રતિન પોલીસ ચોકી સામે આવેલ કોમ્પ્લેક્સમાં આવેલ શિવ શક્તિ કલરના રિનોવેશનમાં કાઢવામાં આવેલ દરવાજાની કોઈ ચોર ઈસમો ચોરી કરી પલાયન થઇ જતા શહેર પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.

અંકલેશ્વરના પ્રતિન પોલીસ ચોકી સામે આવેલ પનામા સ્કેવરમાં આવેલ શિવ શક્તિ કલરને તારીખ 13 જાન્યુઆરીની મોદી રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી . તસ્કરોએ દુકાનમાં રીનોવેશન ચાલતું હોવાથી બહાર પડેલ લોખંડના મોંઘાદાટ દરવાજાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. બનાવ અંગેની જાણ દુકાન માલિક વિવેકભાઈ મોદી દ્વારા શહેર પોલીસ મથકમાં કરવામાં આવતા શહેર પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ લઇ તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: