અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે ડેપ્યુટી સરપંચ તરીકે કૃણાલ પરમાર બિન હરીફ જાહેર થતા ગ્રામજનો તેમજ સમર્થકોમાં ખુશીનો માહોલ છવાય જવા પામ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અંદાડા વિકાસ પેનલ અને સહકાર પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં અંદાડા વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો હતો. સરપંચ તરીકે નીરુબેન પટેલ જાહેર થતા તેઓની અધ્યક્ષતા હેઠળ આજદીને ડેપ્યુટી સરપંચ તરીકે ગામના વોર્ડ નંબર 11ના અંદાડા વિકાસન પેનલના વિજેતા કૃણાલભાઈ પરમાર બિન હરીફ વિજેતા જાહેર થતા ગ્રામજનો તેમજ સમર્થકોમાં ખુશીનો માહોલ છવાય જવા પામી હતો.
વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર