Satya Tv News

ઝઘડિયના અનેક ગામોમાં નદીમાં પુલીયા બનાવી રેતી ઉલેચતા માફિયાઓ બેફામ

નર્મદા નદીમાંથી લાંબા સમયથી ગેરકાયદે રેતી ખનનથી પર્યાવરણને ખતરો

રેતી માફિયાઓ પર રાજકીય નેતાઓના હાથ

ખનીજ માફિયાઓ સોશિયલ મીડિયામાં ગૃપ બનાવી પુરી પાડે છે માહિતી

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાંથી લાંબા સમયથી રેતી ખનનથી પર્યાવરણ સામે ખતરો ઉભો થયાની બુમો ઉઠી છે. સામાન્યરીતે રેતીખનનની બાબતે લીઝ સંચાલકોએ નિયમો જાળવવાના હોય છે, પરંતુ નિયમોનો ભંગ થતો હોવાની તંત્રને અનેક ફરિયાદો છતા તાલુકા અને જિલ્લાના સંબંધિત અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. રેતી માફિયાઓ નાવડી મુકીને રેતી ઉલેચવી ગેરકાયદેસર હોવા છતાં નર્મદા નદી ની વચ્ચો વચ્ચ પુલીયા બનાવી રેતી ઉલેચાઇ રહી છે.

ઝઘડિયાના ભાલોદ, ટોઠિદરા, તરસાલી પંથક નજીકથી વહેતી નર્મદા નદીમાં કેટલાક સ્થળોએ પુલીયા બનીવી રેતી ઉલેચાઇ રહી છે. જરૂરી નિયમોની ઐસી કી તૈસી કરીને રેત માફીયાઓ આડેધડ રેતી ઉલેચી રહ્યા છે. આને લઇને પર્યાવરણની અસ્મિતાને ખુલ્લેઆમ નુકશાન પહોંચી રહ્યુ છે. ભરૂચ ખાણ ખનીજ વિભાગીય સુત્રોએ પણ નર્મદા નદિ માં પુલીયા બનાવી રેત ખનન કરવું ગેરકાયદેસર હોવાની વાતને સમર્થન આપ્યુ હતુ. છતાં બધુ રાબેતા મુજબ કેમ ચાલે છે આ બાબતે સંબંધિત પંચાયતોના તલાટીઓ અને હોદ્દેદારો પણ ચુપકીદી સેવી રહ્યા છે.

નર્મદા તટ પર આવેલા ગામોમાં ભુમાફિયાઓની નજર રહેલી છે. જેના કારણે અનેક જગ્યાએથી રોયલ્ટી વગર, ગેરકાયદેસર પુલીયા બનાવી, નાવડી મુકિ રેતી ખનન કરે છે. આ ભુમાફિયા પર અનેક રાજકીય નેતા ઓના હાથ હોવાના કારણે સરકારી બાબુઓ પણ કાર્યવાહી કરતા પેહલા વિચારે છે. ટોઠીદરા ખાતે ગેરકાયદેસર પુલીયા બનાવવામાં આવ્યા હતા પરંતુ ગામના કેટલા બાળકો નર્મદા નદિ પર નાહવા જતા આ પુલીમા ડુબી જવાથી 6 જેટલા બાળકો મૃત્યુ પણ થયા હતા.

ઝઘડીયાના અનેક ગામોમાં નર્મદા કાઠે રોયલ્ટી વગર, પુલીયા બનાવી, નાવડી મુકી રેતી કાઢતા હોય છે. તો ભુમાફિયાઓ ઘ્વારા વોટસઉપ પર GOLDEN SAND ગૃપ બનાવી ભુમાફિયા સુઘી જરૂરી માહિતી પુરી પાડે છે.જયારે ખાણખનીજના અધિકારીની ગાડી ભરૂચથી નીકળી તે ક્યાં જવાની છે. તેની પણ આ ગૃપમાં પેહલેથી ખબર પડી જાય છે. જેના કારણે સ્થળ પર અઘિકારી પહોંચે ત પેહલાં જ બધું સગે વગે થઈ જાય છે. તેમાં સરકારી માણસની મીલીભગતથી જ આ જાણ ભુમાફિયા સુધી પહોંચે છે. જે તપાસનો વિષય છે.

જર્નાસ્લીટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝઘડીયા

error: