Satya Tv News

નર્મદાના કેવડીગામની ૬૦ વર્ષના મહિલાના પેટમાંથી 7 કિલો વજનની મોટી નીકળી ગાંઠ
ઋતુ હોસ્પિટલ ખાતે તબીબોએ ગાંઠનું કર્યું સફળ ઓપરેશન
ઓપરેશન કરી મહિલાની જિંદગી બચાવી
બેનને આખા પેટમા સમાય એટલી મોટી હતી અંડાશયની ગાંઠ


નર્મદાના કેવડીગામમાં ૬૦ વર્ષના મહિલાના પેટમાંથી 7 કિલો વજનની મોટી અંડાશયની ગાંઠનું સફળ ઓપરેશન ઋતુ હોસ્પિટલ ખાતે કરી મહિલાની જિંદગીનો બચાવ કરવામાં આવ્યો હતો.


નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કેવડી ગામના વતની ૬૦ વર્ષની ઉંમરના વયસ્ક મહિલા તડવી રતુબેન નટુભાઈ ને છેલ્લા ત્રણ વર્ષથી પેટમાં દુખાવો અને પેટના ફુલાવવાની અસહ્ય તકલીફ હતી .તપાસના અંતે માલુમ પડયું કે બેનને આખા પેટ માં સમાય એટલી ખૂબ જ મોટી અંડાશય ની ગાંઠ છે .
આખરે તારીખ ૧લી ફેબ્રુઆરીના રોજ ઋતુ હોસ્પિટલ રાજપીપળા ના ગાયનેક તબીબો ડો.શાંતિકર વસાવા, ડો. હસમુખ વસાવા ,ડો.બિનલ પટેલ તથા એનેસ્થેટિક ડોક્ટર જાદવ તેમજ ઋતુ હોસ્પિટલની ટીમ દ્વારા ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને પીડિત મહિલાને પીડામાંથી મુક્તિ આપી મહિલાની જિંદગી બચાવી લીધી હતી.ભાગ્યે જ જોવા મળતી આ ગાંઠના સફળ ઓપરેશન પછી હાલ દર્દીની તબીયત સ્થિર અને સુધારા પરહોવાનું ડો. શાંતિકર વસાવાએ જણાવ્યું હતું.

વિડિઓ જર્નાલિસ્ટ દિપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: