સ્કૂલ-કોલેજામાં અલ્લાહ કે રામના નારાને સહન ન કરી શકાય : કર્ણાટક શિક્ષણ મંત્રી
હિજાબના સમર્થનમાં કર્ણાટક હાઇકોર્ટમાં થયેલીની અરજીની સુનાવણી લાર્જર બેંચને સોંપાઇ : આજે સુનાવણી હાથ ધરાશે
બેંગાલુરૂ અને તેની આસપાસની સ્કૂલ-કોલેજો પાસે ધરણા કરવા પર પ્રતિબંધ મુકાયો
મધ્ય પ્રદેશની સ્કૂલ-કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધની વિચારણા નથી ચાલી રહી : શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી
બેંગાલુરૂ, : કર્ણાટકની એક સ્કૂલમાં હિજાબ પહેરવાને લઇને શરૂ થયેલો વિવાદ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ મામલે કર્ણાટક હાઇકોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. કર્ણાટક સરકારે સ્કૂલ-કોલેજો માટે સમાન ડ્રેસ કોડ લાગુ કર્યો છે,
જેના વિરોધમાં અને સરકારના નિર્ણયના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. જેને પગલે મામલો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. એવામાં કર્ણાટક હાઇકોર્ટમાં સતત બીજા દિવસે પણ મામલાનો હલ નથી આવ્યો. જ્યારે કર્ણાટકમાં વિવાદ વકરતા બેંગાલુરૂમા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
કર્ણાટકની સ્કૂલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ શિક્ષણના બદલે હવે હિજાબના વિવાદમાં ફસાઇ રહ્યા છે. ધરણા પ્રદર્શનો થઇ રહ્યા છે. એવામાં બેંગાલુરૂ પાસેની સ્કૂલ, કોલેજોની આસપાસ બે સપ્તાહ સુધી ધરણા પ્રદર્શનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેેને પગલે હવે સ્કૂલ-કોલેજોના 200 મિટર વિસ્તારમાં કોઇ ધરણા પ્રદર્શનો નહીં કરી શકે.
કર્ણાટકની સ્કૂલ અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને ઉદુપીની સરકારી કોલેજની પાંચ વિદ્યાિર્થનીઓ દ્વારા પડકારવામાં આવ્યો હતો અને હિજાબ પરનો પ્રતિબંધ હટાવી લેવાની માગ હાઇકોર્ટમાં કરી છે.
જેની સુનાવણી વેળાએ હાઇકોર્ટે મામલાને વધુ મોટી બેંચને સોપ્યો છે. જ્યારે કેંપસમાં અલ્લાહુ અકબર અને જય શ્રી રામના નારાનો પણ વિવાદ હિજાબના વિવાદની સાથે ચાલી રહ્યો છે. અલ્લાહુ અકબરના નારા લગાવતી એક યુવતીનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.
એવામાં કર્ણાટકના શિક્ષણ મંત્રી બીસી નાગેશે કહ્યું હતું કે અલ્લાહુ અકબર કે જય શ્રી રામના નારાઓને કેંપસમાં ન ચલાવી લેવાય. જ્યારે અન્ય એક વીડિયો અને તસવીરોમાં દાવો કરાયો છે કે મુસ્લિમ યુવતીની સાથે મારપીટ કરવામાં આવી છે. મારપીટ કરનારા ભગવા સાલ પહેરીને મારપીટ કરી રહ્યા છે તેઓ ગુંડા છે.
આ પહેલા વિવાદ વકરતા કર્ણાટક સરકાર દ્વારા બધી જ સ્કૂલ કોલેજોને ત્રણ દિવસ માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. બધી જ સ્કૂલ અને કોલેજોમાં ત્રણ દિવસ માટે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ કર્ણાટક સરકારે કહ્યું હતું કે હાઇકોર્ટમાં આ મામલાની સુનાવણી ચાલી રહી છે તેથી તેનો જે નિર્ણય આવે તે બાદ સરકાર પોતાનો નિર્ણય આ મામલે લેશે.
કર્ણાટકમાં હિજાબનો વિવાદ ચાલી રહ્યો છે જેની અસર અન્ય રાજ્યોમા ંપણ જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશની ભાજપ સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે મધ્ય પ્રદેશમાં હિજાબ પર પ્રતિબંધનો કોઇ જ નિર્ણય નથી લેવામાં આવ્યો કે ન તો આ અંગે વિચારણા ચાલી રહી છે. આ સ્પષ્ટતા મધ્ય પ્રદેશના શિક્ષણ મંત્રી દ્વારા કરવામા આવી હતી.
કર્ણાટકમાં હિજાબનો વિવાદ માત્ર છ યુવતીઓથી શરૂ થયો હતો. કર્ણાટકના ઉડુપીમાં એક સરકારી કોલેજમાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાિર્થનીઓને વર્ગખંડમાં જતા અટકાવવામાં આવી હતી. જેેને પગલે આ વિદ્યાિર્થનીઓએ વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા હતા.
બાદમાં અન્ય કોલેજોમાં પણ હિજાબને લઇને વિવાદ શરૂ થઇ ગયો. ઉડ્ડુપીની જ કુંડાપુર વિસ્તાર સિૃથત સરકારી કોલેજમાં હિજાબ વિવાદ ગરમાયો અને હિન્દૂ વિદ્યાિર્થનીઓ હિજાબનો જવાબ આપવા ભગવો ગમછો પહેરીને આવી હતી. જે બાદ અન્ય કોલેજો અને સ્કૂલો સુધી વિવાદ પહોંચ્યો હતો અને કોલેજો દ્વારા ડ્રેસ કોડ નક્કી કરવો પડયો હતો.