Satya Tv News

પોલીસે ફેનિલનો જે મોબાઇલ કબજે લીધો હતો તેની એફએસએલ તપાસમાં ખબર પડી છે કે તેણે વેબસાઇટ પર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે તપાસ કરી હતી, જોકે આ રાઇફલ ન મળતાં તેણે અન્ય વિકલ્પો શોધ્યા હતા. હત્યા કેવી રીતે કરી શકાય એ માટે પણ તેણે 30થી વધુ વેબસાઇટ સર્ચ કરી હતી.

હત્યા કરવા માટે તેણે અલગ-અલગ સ્ટાઇલ પણ શોધી હતી, જેમાં તે ગળું કાપીને હત્યા કરવાનું શીખ્યો હતો. પોલીસે આ મહત્ત્વના પુરાવા પણ એફએસએલની મદદથી શોધી કાઢ્યા છે. આ ઉપરાંત ઘટનાસ્થળે વીડિયો ઉતારનારા લોકોના ફોનમાંથી પણ પોલીસે વીડિયો-ક્લિપ લઈ તેનો પુરાવા તરીકે ઉપયોગ કર્યો છે.હત્યાનો વીડિયો પણ પોલીસ પાસે મહત્ત્વનો પુરાવો

શનિવારે ગ્રીષ્માની હત્યા કરતાં પહેલાં તે સવારથી જ પ્લાનિંગ કરી રહ્યો હતો. હત્યા કરવા તેણે ક્રાઇમ પેટ્રોલ સહિતની કેટલીક અલગ-અલગ સિરિયલ્સ જોઈ હતી, જેમાં હત્યા કરવાનું તે શીખ્યો હતો.

ચપ્પુની ડિલિવરી ફ્લિપકાર્ટ પરથી મોડેથી મળવાની હોવાથી ઓર્ડર કેન્સલ કરી મોલમાંથી ખરીદ્યું હતું
ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરવાનું નક્કી કર્યા બાદ તેણે ફ્લિપકાર્ટ પર એક ચાકુનો ઓર્ડર પણ કર્યો હતો. જોકે એ મોડેથી મળવાનો હોવાના કારણે તેણે ઓર્ડર રિજેક્ટ કરી દીધો હોવાનું પણ તેના મોબાઇલમાંથી પુરાવા મળી આવ્યા છે. ત્યાર બાદ તેણે ગ્રીષ્માની હત્યા કરવા માટે અન્ય એક મોલમાંથી ચપ્પુ મેળવ્યું હતું. પોલીસે હત્યા કરાયેલું ચપ્પુ પણ જપ્ત કરી લીધું હોવાથી ફેનિલ સામે પોલીસને મજબૂત પુરાવા મળ્યા છે.

IG પાંડિયને જાતે ચાર્જશીટ બનાવડાવી
રવિવારે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી રેન્જ આઇજી ડો. રાજકુમાર પાંડિયન, ડાંગના એસપી, તપાસ અધિકારી સહિતના અધિકારીઓએ મિટિંગ કરી હતી. જેમાં સોમવારે 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરવા માટે તમામ કાગળો ભેગા કરાયા હતા

error: