Satya Tv News

કીમના ઓલપાડમાં રવિવારે વિવિધ બૂથ ખાતે પોલિયો રસી પીવડાવવામાં આવી

પોલિયો રસિકરણમાં 540 કર્મચારીઓએ ફરજ બજાવી

વાલીઓએ પોતાના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવ્યા હ

28 ફેબ્રુઆરી અને 1 માર્ચે ઘરે ઘરે જઈ પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરાશે

ઓલપાડ તાલુકામાં વિવિધ બુઠો પરથી 0 થી 5 વર્ષના બાળકોને  પોલિયોની રસી પીવડાવાઈ 

27 મી  રવિવારના રોજ સુરત જિલ્લા સહિત તાલુકાઓમાં પોલિયોની રસી ઓ 0 થી 5 વર્ષના બાળકોને પીવડાવવામાં આવી હતી ત્યારે ઓલપાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અન્ય બૂથ પરથી 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા.ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમા પોલિયો બૂથ ઉભા કરી બેનરો લગાવવામાં આવ્યા હતા.જેમા આંગણવાડીના કર્મચારીઓ તેમજ આરોગ્યખાતાના કર્મચારીગણ દ્વારા આજરોજ 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.અંતરિયાળ વિસ્તારના બાળકો પોલિયાની રસીકરણના ટીપાથી વંચિત રહી ન જાય તે માટે તારીખ 28 અને 1 માર્ચના રોજ ઘરે ઘરે ફરીને 0 થી 5 વર્ષના બાળકોને આવરી લેવામા આવશે.

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કીમ

error: