અંકલેશ્વર પાલિકાએ બનાવેલો રસ્તો પીગળવાનું થયું શરૂ
રસ્તો પીગળવાનું શરૂ થતા ગેરરીતિ છુપાવવાની કામગીરી શરુ
ગેરરીતિ છુપાવવા હવે રેતી નાખી કરવામાં આવી લીપાપોથી
અંકલેશ્વર પાલિકાએ બનાવેલો રસ્તો પીગળવાનું શરૂ થતા ગેરરીતિ છુપાવવા હવે રેતી નાખી લીપાપોથી કરવામાં આવી રહી છે.
હજી ઉનાળાની ગરમીનો રાઉન્ડ શરૂ થયો નથી. ત્યાં તો અંકલેશ્વરમાં હાલમાં જ બનાવેલા માર્ગ પરનો ડામર પીગળવા લાગ્યો છે. રસ્તાની આ અવદશાને ઢાંકવા પાલિકા દ્વારા હવે ત્રણ રસ્તાથી સ્ટેશન સુધીના માર્ગ ઉપર રેતી નાખી લીપાપોથી શરૂ કરી છે. બીજી તરફ પાલિકાના ઈજનેર હાઇવે અને પાલિકાના આંતરિક માર્ગની કામગીરી અલગ હોવાનું કહી રસ્તા મુદ્દે નિવેદન આપ્યું હતું.
વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર