અંકલેશ્વરની એક સોસાયટીમાં સુરતની ગ્રીષ્મા જેવી ઘટના ઘટતા રાય ગઇ
એક તરફી પ્રેમીએ સગીરાનો પીછો કરી હાથ પકડી કરી બળજબરીની કોશિશ
સગીરાએ આનાકાની કરતા મિલને તેને લાફો મારી દીધો
સગીરાના પિતા આવી જતા પિતા-પુત્રીને જોઈ લેવાની ધમકી આપી ફરાર
GIDC પોલીસે આરોપીની અટકાયત કરી પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વરની એક સોસાયટીમાં સગીરા બળજબરી કરવાની કોશિશ કરનાર ઇસમ વિરૂદ્ધ પોકસો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે તેને ઝડપી પાડયો હતો.
અંકલેશ્વરની એક સોસાયટીમાં રહેતી સગીરા ગતરોજ બપોરના સમયે પોતાના ઘર પાસેથી જઈ રહી હતી તે દરમિયાન સુંદર રેસિડેન્સીમાં રહેતો મિલન કિશોરભાઈ પટેલે સગીરાનો પીછો કર્યો હતો અને તેણીનો હાથ પકડી ખેંચી જઈ બળજબરી કરવાની કોશિશ કરી હતી. સગીરાએ આનાકાની કરતા મિલને તેને લાફો મારી દીધો હતો તે સમયે સગીરાના પિતા આવી જતા તેણે પિતા-પુત્રીને તમને જોઈ લઈ તેવી ધમકી આપી ફરાર થઇ ગયો હતો બનાવ અંગે સગીરાના પિતાએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે પોકસો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તે દરમિયાન પોલીસે બળજબરી કરનાર ઇસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર