Satya Tv News

અંકલેશ્વર તાલુકાના એક ગામની સોસાયટીમાં રહેતી 13 વર્ષીય સગીરાને અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ લાલ કોલોની ખાતે રહેતો સુમિત વસાવા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અપહરણ અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે આરોપી સુમિત વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે ઝડપાયેલા આરોપી સુમિત વસાવવાનો મિત્ર દિપક યુવરાજ તડવી પણ આ અગાઉ સગીરાઓને ભગાડી જવાનું કાવતરું રચતો હતો. બંને ઈસમોએ પ્લાન બનાવીને સગીરાને રીક્ષામાં ભગાડી જવાનું કૃત્ય કર્યું હતું, જે અંગે પર્દાફાશ થતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

Created with Snap
error: