Satya Tv News

ખાલિદનો અર્થ સ્થાયી થાય છે, પરંતુ અફઘાનિસ્તાનના નાણા મંત્રી રહેલી ચૂકેલા ખાલિદ પાએંદાએ જીવનમાં પોતાનું બધુ ગુમાવી દીધું છે. ગત વર્ષે ઓગસ્ટ સુધી જે વ્યક્તિ દેશના 6 અરબ ડોલરની સારસંભાળ રાખતો હતો, તે આજે અમેરિકામાં ગુજરાન ચલાવવા માટે કેબ ડ્રાઈવર બની ગયો છે.

અત્યારે દેશમાં તાલિબાને કબજો કરી લીધો છે. અમેરિકન સેના અફઘાનિસ્તાન છોડીને જતી રહી છે. તો બીજી બાજુ પ્રેસિડેન્ટ ગની અને તેના અન્ય મંત્રી જનતાને કફોડો પરિસ્થિતિમાં મુકીને વિદેશ જતા રહ્યા છે. તમને જણાવી દઈએ કે ખાલિદ પણ આ નેતાઓમાંથી એક છે. પરંતુ તેની સ્થિતિ અન્ય નેતાઓ જેવી નથી, ખાલિદને ગુજરાન ચલાવવા માટે એમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કેબ ચલાવીને ગુજરાન કરવું પડે છે.

વોશિંગ્ટન પોસ્ટ સાથેની વાતચીતમાં ખાલિદે કહ્યું છે કે આગામી 2 દિવસમાં મારે 50 ટ્રિપ્સ પૂરી કરવાની છે. જેના કારણે મને 95 ડોલરનું બોનસ મળશે. મારા ઘરમાં પત્ની અને 4 બાળકો છે. થોડા ઘણા ડોલર બચાવ્યા હતા હવે અમે એમાંથી જ ગુજરાન ચલાવી રહ્યા છીએ. અત્યારે અમારા દેશની સ્થિતિ કફોડી બની ગઈ છે, પહેલાં તો અહીં મહામારીએ કમર તોડી હવે તમામ પ્રકારના પ્રતિબંધો સહિત દુષ્કાળ જેવી સ્થિતિ સામે આવી ગઈ છે. અહીં મહિલાઓનું અંગત જીવન રહ્યું જ નથી, તાલિબાને મોટાભાગની મહિલાઓનું જીવન નષ્ટ કરી દીધું છે.

જો બાઈડને અફઘાનિસ્તાન પર તાલિબાની શાસનના કબજાનો દોષ સ્થાનિક સરકારને આપ્યો છે. અમેરિકન પ્રસિડેન્ટે કહ્યું હતું કે અમે અફઘાનિસ્તાની સરકારને દરેક પ્રકારની સહાય કરી, તકો આપી જેથી તેમનું ભવિષ્ય સુધરી શકે.

ખાલિદે કહ્યું કે મારા જીવનનો એક આખો ભાગ અફઘાનિસ્તાનમાં પસાર થયો છે. અત્યારે હું ભલે અમેરિકામાં રહું છું પરંતુ સાચુ કહું તો હું ક્યાંયનો રહ્યો નથી. પોતાના દેશમાં જઈ પણ નથી શકતો અને અહીં પણ ક્યાં રહું એ સમજાતું નથી.

ખાલિદે જણાવ્યું હતું કે તાલિબાની શાસનના થોડા દિવસો પહેલા જ મેં અફઘાનિસ્તાનના નાણા મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેના જણાવ્યા પ્રમાણે લેબનાનની એક કંપનીનું પેમેન્ટ થઈ શક્યું નહોતું. જેના કારણે રાષ્ટ્રપતિ ગની મારાથી નારાજ હતા. આ દરમિયાન તેમણે મને ઘણી ફટકાર પણ લગાવી હતી.

ખાલિદનો પરિવાર ઓગસ્ટના પહેલા સપ્તાહમાં જ અફઘાનિસ્તાનથી અમેરિકા પહોંચી ગયો હતો. આ અંગે તેણે કહ્યું કે દુનિયાએ અમને 20 વર્ષ આપ્યા દરેક પ્રકારની સહાય કરી. પરંતુ અમે નિષ્ફળ રહ્યા. ભ્રષ્ટાચારના કારણે અમારી સિસ્ટમ પર પાણી ફરીવળ્યું હતું. અમે જનતાને દગો આપ્યો છે, મિનિસ્ટર્સ જાણતા હતા કે તાલિબાન દેશ પર કબજો કરી લેશે. આ દરમિયાન તેમણે એકબીજા સાથે વ્હોટ્સએપ પર દેશ છોડવાની ચર્ચા પણ કરી હતી.

અફઘાનિસ્તાનમાં શું થયું? આ સવાલ પર ખાલિદે કહ્યું કે આ જૂની વાતે યાદ કરીને દુઃખ જ થશે. વળી અત્યારે ખાસ વાત એ છે કે તાજેતરમાં મોહમ્મદ ઉમર તાલિબાન શાસનમાં નાણાં મંત્રી છે અને તે ખાલિદના બાળપણના મિત્ર છે.

એક સમયે પાકિસ્તાનમાં સમય વિતાવનારા ખાલિદે અફઘાનિસ્તાનમાં પહેલી ખાનગી યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. તેઓ માને છે કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં લોકશાહી, મહિલા અધિકારો અને માનવ અધિકારો માટે લાંબી લડાઈ લડી હતી. ખાલિદ 2008માં પહેલીવાર અમેરિકા આવ્યો હતો. અમેરિકાના કહેવા પર અશરફ ગનીએ તેમને 2016માં નાયબ નાણામંત્રી બનાવ્યા હતા. કાબુલમાં તેની માતાનું કોરોનાના કારણે નિધન થયું હતું. તેના મિત્રો અને પત્ની ખાલિદ નાણામંત્રી બને તેવું ઇચ્છતા ન હતા, કારણ કે તે સમયે તાલિબાન ઝડપથી વધી રહ્યો હતો.

error: