Satya Tv News

અંકલેશ્વરના કટલરીના વેપારીને એસ.બી.આઈ.સર્વિસ એજન્સી આપવાનું બહાનું બતાવી ગઠિયો રૂપિયા 68 હજારથી વધુની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

અંકલેશ્વરના શ્રી ધર સોસાયટીમાં રહેતા દિનેશ રામરાજ તિવારી નવા બોરભાઠાની તક્ષશીલા સ્કૂલ પાસે કટલરીની દુકાન ચલાવે છે ગત તારીખ-1લી માર્ચના રોજ તેઓના મોબાઈલ ફોન પર બેન્કના સર્વિસ એજન્સીના અધિકારી નામે ફોન આવ્યો હતો જેણે વેપારી દિનેશ તિવારીને એસ.બી.આઈ.બેન્કની સર્વિસ સેન્ટર એજન્સી આપવાની લાલચ આપી તેઓમાને વાતોમાં ભોળવી ડોક્યુમેન્ટ સાથે 18 હજાર ભરાવ્યા હતા જે બાદ અલગ અલગ રીતે કુલ 68 હજારથી વધુ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવી એજન્સી નહિ આપી છેતરપિંડી કરતા વેપારીએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ગઠિયા વિરુદ્ધ છેતરપિંડી અંગેનો ગુનો નોંધાવ્યો છે

error: