Satya Tv News

અંકલેશ્વર પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએથી દેશી દારૂ અને વોશના જથ્થા સાથે બે મહિલા સહિત ત્રણ બુટલેગરને ઝડપી પાડ્યા હતા

ભરૂચ જિલ્લામાં નવનિયુક્ત પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા દારૂબંધીના કડક પગલાંના ભાગરૂપે વિદેશી બાદ દેશી દારૂની હાટડીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે ત્યારે અંકલેશ્વર શહેર પોલીસે અમરતપરા ગામના સ્મશાન ફળીયામાં રહેતી મહિલા બુટલેગર કૈલાસ દિનેશ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે ઘરના વાડામાંથી પાંચ લીટર દારૂ અને 400 લીટર વોશનો જથ્થો કબ્જે કર્યો હતો જ્યારે અમરતપરા ગામ નજીક અમરાવતી ખાડી કિનારે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડ્યા હતા અને 7 લીટર દારૂ અને 400 લીટર વોશનો જથ્થો કબ્જે કર્યો હતો તો તાલુકા પોલીસે સંજાલી ગામના તળાવ ફળિયામાં રહેતી મહિલા બુટલેગર ચંપાબેન કાળુ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી 4 લીટર દેશી દારૂ અને 60 લીટર વોશનો જથ્થો કબ્જે કર્યો હતો આમ પોલીસે સ્થળ સ્થળેથી 2700થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે

error: