અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપનીમાં ચોરી
તસ્કરો એસ.એસના સામાન મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર
GIDC પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ
તસ્કરોની તમામ ઘટના થઇ સીસીટીવી કેમેરામાં કેદ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપની ને તસ્કરોએ નિશાન બનાવી એસ.એસની પ્લેટ અને સામાન મળી અંદાજિત 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા નરેશ મનુભાઈ કચેરીયા જી.આઈ.ડી.સી.માં આવેલ વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપની ચલાવે છે જેઓ ગતરોજ રજા હોય કંપની પોતાના ઘરે હતા તે દરમિયાન તસ્કરોએ તેઓની કંપનીને ગતરોજ રાતે નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ એસ.એસની પ્લેટ અને સામાન મળી અંદાજિત 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા આજરોજ માલિક નરેશ કચેરીયા કંપની ખાતે આવતા તેઓને અંદર ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું ચોરી અંગે તેઓએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે આ સમગ્ર ચોરીની ઘટના કંપનીમાં લગાવેલ સીસીટીવી કેમેરા કેદ થઇ છે.
વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર