અંકલેશ્વર પોલીસ જવાને અપશબ્દો ઉચ્ચારી ધમકી આપનાર ઈસમ સામે ફરિયાદ
રૂ 32 હજારથી વધુની રકમ ના આપતા દુકાનદાર સાથે કરી ઠગાઈ
પોલીસ જવાનને ધમકી આપનાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરમાં કારમાં એસેસરી નંખાવ્યા બાદ રૂપિયા નહિ આપી જતા રહેલા ઈસમોને અરજીના જવાબ લખાવવા જાણ કરનાર પોલીસ જવાને અપશબ્દો ઉચ્ચારી ધમકી આપનાર ઈસમ સામે ફરિયાદ નોંધાવવા પામી છે
અંકલેશ્વર ખાતે રહેતા નૈલેશદાન પ્રવીણદાન શહેર પોલીસ મથક ખાતે સર્વેલન્સ સ્ટાફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જેઓ પાસે જય અંબે કાર એસેસરીઝના માલિક બલદેવ પુરષોતમ પુરોહિતની અરજી આવી હતી જે અરજીમાં કાર નંબર-જી.જે.05.આર.ડી.9854ના બે અજાણ્યા ઈસમોએ ગાડીમાં એસેસરી નંખાવી બિલ પેટે રૂપિયા 32 હજારથી વધુની રકમ ચુકવણી કરવાની હતી જે નહિ આપી દુકાનદાર સાથે ઠગાઈ કરી હતી જે અંગે પોલીસે તપાસ કરતા ઓલપાડના સરોલી ગામના મૂળ માલિક નિલેશ પટેલ પાસેથી રિઝવાન નામના ઈસમે કારની ખરીદી કરી હતી જેથી રિઝવાનનો કોન્ટેકટ કર્યો હતો અને તેને અરજીના અનુસંધાને જવાબ લખાવી જવાનું કહ્યું હતું જે બાદ થોડી વારમાં અન્ય અજાણ્યા નંબર પરથી તેઓના ફોન પર સિરાજ નામના ઈસમનું ફોન આવ્યો હતો અને તેને રિઝવાનને કેમ હેરાન કરો છો ગાડી હું લઈને આવ્યો હતો જેથી તેને હેરાન નહિ કરવા કહી આવેશમાં આવી ગયેલા ઈસમે પોલીસ જવાનને અપશબ્દો ઉચ્ચારી બદલી કરાવાની ધમકી આપી કાર માલિકને જવાબ લખાવવા નહિ આવવા દઈ તપાસમાં રુકાવટ ઉભી કરતા શહેર પોલીસે પોલીસ જવાનને ધમકી આપનાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર