Skip to main content

Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

પંચાટી બજાર વિસ્તારમાં એક ઇસમ કરે છે વિદેશી દારૂનું વેચાણ

પોલીસે વિદેશી દારૂની 5 નંગ બોટલ મળી કુલ 2 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર શહેર પોલીસે પંચાટી બજાર વિસ્તારમાં આવેલ વડ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો


અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર પોલીસે પંચાટી બજાર વિસ્તારમાં આવેલ વડ પાસે એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 5 નંગ બોટલ મળી કુલ 2 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને રામકુંડ રોડ ઉપર આવેલ ડબ્બી ફળિયામાં રહેતો બુટલેગર અરવિંદ રામજી વસાવાને ઝડપી પાડ્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: