અંકલેશ્વર અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
જવાહર ગાર્ડનની સામેના ગાર્ડનમાં ઝાડ સાથે દોરી વડે ફાંસો ખાઈ કર્યો આપઘાત
મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરાય
અંકલેશ્વર જવાહર ગાર્ડનની સામેના ગાર્ડનમાં અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલ અંબિકા નગર સોસાયટીમાં રહેતા પ્રફુલ કમલેશ મિસ્ત્રીના માસીનો દીકરો રાહુલ યશવંત મિસ્ત્રી અંબિકા નગર બહાર વિશ્વ કર્મા ઓટો ગેરેજ ચલાવે છે જેઓ ગત તારીખ-3જી મેના રોજ કોઈને પણ કહ્યા વિના જતો રહ્યો હતો તે દરમિયાન આજરોજ અગમ્ય કારણોસર અંકલેશ્વર જવાહર ગાર્ડનની સામેના ગાર્ડનમાં ઝાડ સાથે દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે શહેર પોલીસ મથકે પ્રફુલ મિસ્ત્રીએ જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર