Satya Tv News

અંકલેશ્વરના અમરતપરા ગામેથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ભરૂચ પોલીસનો સપાટો યથાવત

12 ગુનાઓ નોંધી રુપીયા 46 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે

પોલીસે 12 દેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ 7 આરોપીઓની કરી અટકાયત .

એક મહિલા સહીત વધુ 6 બુટલગરોને જાહેર કર્યા વોન્ટેડ

અંકલેશ્વર શહેર પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી

ભરૂચ જિલ્લા પોલીસે અમરતપરા સહીત આસપાસના વિસ્તારમા ધમધમતી વિદેશી દારૂની ભઠ્ઠીઓ પર સપાટો યથાવત રાખ્યો છે. જેમાં પોલીસે દેશી દારૂના 12 ગુનાનો પોલીસે ચોપડે નોંધી 7 બુટલેગરની અટકાયત કરી એક મહિલા સહીત વધુ 6 બુટલગેરને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ભરુચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા ભરૂચ જીલ્લામાં બનતા પ્રોહીબિશન અને જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવ નું આયોજન હાથ ધર્યું છે. જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા અંકલેશ્વરના અમરતપુરા ખાતે દેશી દારૂની ગેરકાયદેસર ચાલી રહેલ ભઠ્ઠી પર સપાટો બોલાવતા બૂટલેગરોમા નાસભાગ મચી જવા પામી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તે પણ ચોકી ઉઠી હતી. જ્યાં દેશી દારૂ બનાવવાની ઇન્ક ટેક્નિક સામે આવતા પોલીસે JCBની મદદ વડે નાશ કરવાની ફરજ પડી હતી. પોલીસે ઘટના સ્થળેથી 46 હજાર 200નો વિદેશી દારૂ બનાવવાનો મુદ્દામાલ કબ્જે કરી કુલ 12 ગુના દેશી દારૂના પોલીસ ચોપડે નોંધ્યા હતા. રેડ દરમિયાન પોલીસે 7 બુટલેગરોને ઝડપી પડી જેલભેગા કર્યા હતા, જયારે પોલીસને ચકમો આપી ફરાર થનાર એક મહિલા સહીત અન્ય 6 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: