અંકલેશ્વરના આંબોલી-ઉમરવાડા માર્ગ ઉપર જી.જી.એસ-4 પાસે બાઈક ધીમી ચલાવવાનું કહી બે ઈસમોએ સિક્યુરિટી ગાર્ડને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ
અંકલેશ્વર તાલુકાના હજાત ગામના ભાથીજી ફળીયામાં રહેતો દીપક રતિલાલ વસાવા પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ જી.એસ.પી.એલ.કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે જે પોતાની બાઈક લઇ નોકરી ઉપર જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વરના આંબોલી-ઉમરવાડા માર્ગ ઉપર જી.જી.એસ-4 પાસે બાઈક ઉપર આવેલ ગામના કિશાન સુરેશ વસાવા અને અન્ય એક ઈસમે ગાર્ડની બાઈક અટકાવી મોટર સાઇકલ કેમ સ્પીડમાં ચલાવે છે તેમ કહી ઝઘડો કરી દિપક વસાવાને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા જતો રહ્યો હતો મારામારી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.