Satya Tv News

અંકલેશ્વર પતિએ બહાર સુવા મુદ્દે પત્નીને ઠપકો આપતા કર્યો આપઘાત
લોખંડની એંગલ સાથે ઓઢણી વડે ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત
મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ બેન્સન હોટલ પાસેના  હનુમાન ટ્રેડર્સના કમ્પાઉન્ડ  સ્થિત રૂમમાં પતિએ બહાર સુવા મુદ્દે પત્નીને ઠપકો આપતા તેનીએ આપઘાત કરી લીધી હતો 

YouTube player

મૂળ નેત્રંગ તાલુકાના આટખોલ ગામના ખોખરાપાટ ફળિયાનો અને હાલ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ બેન્સન હોટલ પાસેના  હનુમાન ટ્રેડર્સના કમ્પાઉન્ડ સ્થિત રૂમમાં રહેતી 24 વર્ષીય પારુલબેન કમલેશભાઇ વસાવા ગતરોજ રાતે જમીને રૂમની બહાર સુવા જતા હતા તે દરમિયાન પતિ કમલેશ વસાવાએ તેનીને ના કહેતા બંને વચ્ચે ઝઘડો  થતા પારૂલબેન વસાવાને લાગી આવતા તેણે રૂમમાં જઈ  લોખંડની એંગલ સાથે ઓઢણી વડે ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે સંદીપ જયંતિ વસાવાએ શહેર પોલીસ મથકે જાણ કરાતા પોલીસે તેણીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: