અંકલેશ્વર કાપોદ્રા ગોડાઉનમાંથી દહેજના કોલસા કૌભાંડ ઝડપાયું
દહેજના કોલસા કૌભાંડમાં સલમાન ખાન,અરબાઝ ખાન સહિત 5ની ધરપકડ
LCB પોલીસે 18.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
ભરૂચ LCB પોલીસે કાપોદ્રા ગોડાઉનમાંથી દહેજ અદાણીથી ટ્રકોમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસને કાઢી લઈ થાનની માટી અને ફ્લાયએશ ભરવાનું કૌભાંડ ઝડપી પાડયુ છે. LCB પોલીસે 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયએશ, 10 ચક્કાની ટ્રક, લોડર, 5 મોબાઈલ મળી ₹65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ LCB એ અંકલેશ્વર NH 48 ઉપર કાપોદ્રા પાસે આવેલા ગોડાઉનમાં ઓસ્ટ્રેલિયન કોલસા કૌભાંડને પકડી પડયું છે. લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં મોરબીના દિનેશ પટેલ અને હરેશ ઝાલરીયાએ ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેનો વહીવટ રાજકોટનો તિલક રાજેશ સેરસિયા કરતો હતો.દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો અહીં સગેવગે કરાતો હતો. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતા ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી તેની જગ્યાએ ફ્લાયએશ અને થાનની માટી ભરવાનું રેકેટ રંગે હાથ પકડયું હતું.
LCB એ સ્થળ પરથી દિનેશ પટેલ, લોડર ડ્રાઈવર મૂળ બિહાર અને હાલ કાપોદ્રા લક્ષ્મી ટ્રેડર્સ ગોડાઉનમાં રહેતો સોનુ ગણેશરાય યાદવ, મૂળ UP નો સૂરજ રામપ્રીત ચૌહાણ તેમજ મહારાષ્ટ્રના MGR ટ્રાન્સપોર્ટના ખાન બંધુઓ સલમાન ખાન અને અરબાઝ ખાનની અટકાયત કરી હતી.હાલ સુરત રહેતો અરબાઝ ખાન ટ્રક ડ્રાઈવર હતો. જ્યારે તેનો ભાઈ સલમાન ખાન ક્લિનર તરીકે કામ કરતો હતો. સ્થળ પરથી 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયએશ, ટ્રક, લોડર, 5 મોબાઈલ મળી કુલ ₹18.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એલસીબી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર