નર્મદા અને ઉકાઈ જળાશયો માંથી ખેડૂતો માટે સિંચાઈ નું પાણીની માંગ
ઇકોસેન્સેટિવ ઝોન રદ કરવાની માંગ
16 કલાક દિવસ દરમ્યાન ખેતીવાડીની વીજળી, જંગલ ની જમીન ના-7-12 ના ઉતારાની માંગ
સાગબારાખાટવા મામલતદાર કચેરી ખાતેઆમ આદમી પાર્ટીના પ્રદેશ મન્ત્રી ડો. કિરણ વસાવાની આગેવાની માં આદિવાસી સમાજે દેશના રાષ્ટ્રપતિ , વડાપ્રધાન, રાજ્યપાલ , અને મુખ્યમંત્રી ને સંબોધીને 11000 થી વધુ સહીઓ વાળું આવેદનપત્ર આપ્યુંહતું.
જેમાં માંગણી કરવા માં આવી છે નર્મદા અને ઉકાઈ જળાશયો માંથી ખેડૂતો માટે સિંચાઈ નું પાણી, 16 કલાક દિવસ દરમ્યાન ખેતીવાડીની વીજળી, જંગલની જમીન ના-7-12 ના ઉતારા મળવા જોઈએ તેમજ નામંજૂર થયેલ અરજીઓ ની પુન :ચકાસણી, ઉકાઈ- નર્મદાના અસરગ્રસ્ત પરિવારોની લાંબાગાળે ડૂબાણ માં નહીં જતી જમીનો મૂળમાલિકને મળે, ડૂબાણમાં જતી જમીન પર મૂળમાલિક નો જ હક રહે, સિંચાઈ માટે અસરગ્રસ્તની જમીનો ઉપર વિજ જોડાણ પોલ ઉભા કરવા, સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ રદ કરવા, ઇકોસેન્સેટિવ ઝોન રદ કરવા, આદિજાતિ ના દાખલા કાઢવા માં પડતી મુશ્કેલીઓ ને દૂર કરી પેઢી કાર્ડ ઈશ્યુ કરવા, બી.પી.એલ કાર્ડ માં (0 થી 25 ) સ્કોર કરવા, રેશન કાર્ડ માં નામ કમી ના મુદ્દે મોંઘવારી દ્રષ્ટિએ ધારાધોરણ નક્કી કરવા જેવા વિવિધ મુદ્દે 11 હજાર થી વધુ સહીઓ સાથે બિનરાજકીય રીતે આવેદન પત્ર આપ્યુંહતું.
વિડિઓ જર્નલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા