અંકલેશ્વરના અંદાડા ગામે એક મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
રોકડા 20 હજાર સહીત સોના-ચાંદીના ઘરેણાંની ચોરી
કુલ 1.86 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ચોરોફરાર
અંકલેશ્વરના અંદાડા ગામના વાઘી રોડ ઉપર આવેલ હેપ્પી રેસિડેન્સીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 20 હજાર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.86 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વરના અંદાડા ગામના વાઘી રોડ ઉપર આવેલ હેપ્પી રેસિડેન્સીમાં રહેતા હંસાબેન ચંદુભાઈ લીંમ્બચિયા ગત તારીખ-2જી જુલાઈના રોજ દર્શન કરવા માટે ડાકોર ખાતે ગયા હતા અને તેઓના પુત્ર-પુત્રવધુ સૌરાષ્ટ્ર ગયા હતા જ્યારે તેઓના પતિ મકાનને તાળું મારી નોકરી ઉપર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ રોકડા 20 હજાર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.86 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા મકાન માલિક હંસાબેન લીંમ્બચિયા પોતાના ઘરે આવતા તેઓને મકાનનું તાળું તૂટેલું હોવાનું અને ઘરમાં સામાન વેરવિખેર હોવાનું જણાતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડતા તેઓએ ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર