અંકલેશ્વરમાં ટ્યુશને ગયેલ સગીરા પરત નહિ ફરતા તેણીને અજાણ્યા ઈસમો લઈ ગયા હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે
અંકલેશ્વરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા ગત તારીખ-27મી ઓગસ્ટના રોજ પોતાના ઘરેથી ટ્યુશન ગઈ હતી જે સગીરા સાંજ સુધી પોતાના ઘરે નહિ ફરતા પરિવારજનોએ તેણીની ભારે શોધખોળ હાથ ધરી હતી આ સગીરા અગાઉ બે વાર પોતાની બહેનપણી અમદાવાદ ખાતે રહેતી હોય ત્યાં ચાલી ગઈ હતી જેને પગલે પરિવારના સભ્યોએ અમદાવાદ ખાતે પણ તપાસ કરતા તે મળી આવી ન હતી જેથી પરિવારજનોએ તેણીને કોઈક અજાણ્યા ઈસમો પટાવી ફોસલાવી લઈ ગયા હોવાની જાણ થતાં પરિવારજનોએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.અત્રે ઉલ્લેખનીય છેકે અંકલેશ્વરમાંથી અભ્યાસ કરતા બાળકો જ ગુમ થઈ રહ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે.