Satya Tv News

નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરતના કતારગામ સ્થિત વેડ રોડ વિસ્તારમાં આવેલા બેચરાજી મંદિરના મહંતે આપઘાત કરી લીધો છે. છેલ્લાં 25 વર્ષથી મંદિરમાં જ સેવા પૂજા કરતા શંભુનાથ નામના મહારાજે રાત્રિના સમયે આપઘાત કરી લીધો હતો. ગળેફાંસો ખાઈને આપઘાત કરનારા મહંતના સમાચાર મળતાં ભાવિકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

મૂળ નેપાળના શંભુ મહારાજ છેલ્લાં 25 વર્ષથી વેડરોડ સ્થિત શ્રી નાના બેચરાજી મંદિરમાં સેવા પૂજા કરતા હતા. મંદિરમાં જ રહીને માતાજીની પૂજાઅર્ચના કરતા મહંતે નવરાત્રિ અગાઉ જ માતાજીના મંદિર પરિસરમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મહંતના અપઘાતની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. હાલ આપઘાત અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

મંદિરમાં નિયમિત આવતાં નીતાબેન નામના ભાવિકે જણાવ્યું હતું કે મહારાજ પ્રણામી ધર્મના સ્નાતક હતા. ખૂબ સેવાપૂજા કરતા હતા, 25 વર્ષથી સેવા કરે છે. કંઈ જ અજુગતું થયું હશે એવું લાગે છે. આપઘાત પાછળ શું કારણ હશે એ અમને ખ્યાલ નથી. મહારાજની સેવા અતૂટ હતી. બહુ સેવાકીય પ્રવૃત્તિ કરતા નેપાળના તેઓ વતની હતા. કંઈ સમજાતું નથી. અહીંના લોકો તેના સ્વભાવથી ખુશ હતા. આ પગલું તેમણે જાતે ભર્યું હોય તેવું અમને માન્યમાં આવતું નથી. તેનો સ્વભાવ એવો નહોતો કે તેઓ આપઘાત કરે, સેવા સિવાય તેમની બીજી કોઈ પ્રવૃત્તિ નહોતી. છેલ્લાં 25 વર્ષથી તેઓ અખંડ સેવા કરતા હતા.

error: