અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામમાં વીજ ચેકિંગ
વીજ ચેકિંગ ઉપર ગયેલા વીજ અધિકારીઓ સાથે કરી માથાકૂટ
હુમલો કરનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી
અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામમાં વીજ ચેકિંગ ઉપર ગયેલા વીજ અધિકારીઓ સાથે માથાકૂટ કરી સરકારી ગાડી પર હુમલો કરનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે
અંકલેશ્વર GIDCના નર્મદા એપાર્ટમેન્ટ ખાતે રહેતા હર્ષ કાંતિભાઈ પ્રજાપતિ અંકલેશ્વર ટાઉનમાં દક્ષીણ ગુજરાત વીજ કંપનીમાં જુનિયર એન્જીનીયર તરીકે નોકરી કરે છે જેઓ અંકલેશ્વર ડીવીઝનના કાર્યપાલક ઈજનેરની સુચનાથી અન્ય પાંચ અધિકારી સહીત સ્ટાફ સાથે તાલુકાના ગામોમાં વીજ ચેકિંગ માટે ગયા હતા.જેઓ અંકલેશ્વરના બોઈદ્રા ગામના રાઠોડ વાસમાં સરકારી અને ખાનગી વાહનો ઉભા રાખી વીજ ચેકિંગ કરી રહ્યા હતા તે વેળા ગામના નીચલા ફળીયામાં રહેતો સૂર્યકાંત લક્ષ્મણ પટેલ ત્યાં આવ્યો હતો અને વીજ અધિકારીઓને અપશબ્દો ઉચ્ચારી માથાકૂટ કરી હતી અને આવેશમાં આવી ગયેલા ઇસમે હાથમાં પથ્થર લઇ ઉભો થઇ જતા અધિકારીઓ ગાડીમાં બેસી ગયા હતા તે દરમિયાન સૂર્યકાંત લક્ષ્મણ પટેલે સરકારી ગાડી ઉપર પથ્થરમારો કરતા ચાલક વિપુલ અંબુ પટેલને માથાના ભાગે ઈસમો પહોંચી હતી શહેર પોલીસે સરકારી કાર્યવાહીમાં દખલગીરી કરી વાહનને નુકશાન કરનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર