Satya Tv News

દક્ષ પટેલ હત્યા કેસમાં હત્યારાને ફાંસીની સજા અને કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે તેવી માંગણી સાથે અને પરિવારજનોને સાત્વના આપવાના હેતુથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વડોદરા દ્વારા મૌન રેલીનું આયોજન કરી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી દક્ષ પટેલ નવરાત્રી દરમિયાન ગુમ થયા બાદ તેની હત્યા કરાયેલી લાશ સયાજીગંજ વિસ્તારના અલંકાર ટાવરના બેઝમેન્ટ માંથી મળી આવી હતી. સયાજીગંજ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નથી ગણતરીના કલાકોમાં હત્યારા હર્ષ કોઠારીને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ કિડનેપિંગ થીમ પર ડોક્યુમેન્ટરી બનાવવાનું ષડયંત્ર રચી દક્ષને મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબુલાત કરી હતી. જેની પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું મનાય છે. નાની વયે આયોજન બંધ કાવતરું રચી જનુંની પૂર્વક હત્યાની ઘટનાને અંજામ આપતા પોલીસ પણ અચંબામાં છે. ત્યારે આ મામલે આજરોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વડોદરા દ્વારા નવલખી મેદાન ખાતેથી કલેકટર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજની વ્યક્તિઓ જોડાઈ હતી. સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, આરોપીને ફાંસીની સજા મળે અને વહેલી કાર્યવાહી થાય અને હથિયારો છટકી ન જાય તે માટે કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે તેવી અમારી માંગણી છે. જો હત્યારા ને ફાંસીની સજા મળે તો સમાજ માટે દાખલો બેસે અને અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારની ઘટનાનો વિચાર ના કરી શકે .આજની યુવા પેઢી સોશિયલ મીડિયાની દુનિયામાં ગેરમાર્ગે દોરાઈ રહી છે. ખાસ કરીને વેબ સીરીજો ઘાતક સાબિત થઈ રહી છે. ત્યારે વાલીઓની સાથે દરેક સમાજે આ બાબતની ગંભીરતા સમજવી જોઈએ.

error: