Satya Tv News

અંકલેશ્વરના પીરામણ ગામના ગરનાળા પાસેની ફરિયાદ
ત્રણ ઈસમોએ પિતા-પુત્રો સાથે કરી માથાકૂટ
જાનથી મારી નાખવાની ધમકી આપી
ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી

અંકલેશ્વરના પીરામણ ગામના ગરનાળા પાસેના ગાર્ડન સમાધાન માટે આવેલ ત્રણ ઈસમોએ પિતા-પુત્રો સાથે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

અંકલેશ્વરના સુરતી ભાગોળ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા મનીશ રશેશ મોદી ગતરોજ રાતે પીરામણ ગામના શ્યામ નગર તરફ ફરવા ગયા હતા તે વેળા સુરતી ભાગોળ ખાતે રહેતો અનીલ પરમાર મનીશ મોદીએ ફેરવવા આપેલ તેઓની કાર લઈને તેના મિત્ર તુષાર જાટ તેમજ સિદ્ધાર્થ સાથે જતો હતો જેઓને અટકાવી કાર માંગતા તેઓએ બોલાચાલી કરી ભાગી ગયા હતા જેઓને રાતે ૧૧ વાગ્યાના અરસામાં પીરામણ ગામના ગરનાળા પાસેના ગાર્ડન ખાતે બોલાવતા તેઓ ત્રણેય આવ્યા હતા અને સમાધાનની વાત ચાલતી હતી તે દરમિયાન ત્રણેય ઈસમો માથાકૂટ કરી હતી અને અનીલ પરમારે મનીશ રશેશ મોદીને પથ્થર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા મારામારી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: