ગુજરાતમાં પ્રથમ વખત નેશનલ ગેમ્સ 2022નું આયોજન થઇ રહ્યું છે. ગુજરાતના છ શહેરો-અમદાવાદ,ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગેમ્સ 12 ઓક્ટોબર સુધી ચાલવાની છે.
સ્પોર્ટ્સની વિવિધ 36 જેટલી ઇવેન્ટમાં અલગ અલગ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના ખેલાડીઓ દમદાર,શાનદાર પર્ફોમન્સ આપી રહ્યા છે. સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી, બોપલ-અમદાવાદ ખાતે મલ્લખંભ રમતની સ્પર્ધા-અંતિમ પડાવ પર છે. આ રમતમાં ગુજરાતની મલ્લખંભ ટીમ પણ ભાગ લઈ રહી છે. ગુજરાતના માત્ર 10 વર્ષના શૌર્યજીતની આખા દેશમાં ચર્ચા થઇ રહી છે. નેશનલ ગેમ્સ 2022માં 10 વર્ષના શૌર્યજીત ખૈરે મલખમમાં ભાગ લીધો હતો. શૌર્યજીત ખરે એવા ખેલાડી છે જેમણે 36મી નેશનલ ગેમ્સ-2022માં મલ્લખંભ પ્લેયર તરીકે એન્ટ્રી પ્રાપ્ત કરીને ઈતિહાસ રચ્યો છે
36મી નેશનલ ગેમ્સ-2022માં પોલ મલ્લખંભ ગેમ્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ પોતાના નામે કર્યો છે. નેશનલ ગેમ્સ-2022માં 10 વર્ષની સૌથી નાની ઉંમરમાં શોર્યજીત બ્રોન્ઝ મેડાલિસ્ટ બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
મલખંભ એક એવી રમત છે જેમાં ખેલાડી લાકડાના થાંભલા પર પોતાના કરતબો કરે છે. આ દરમિયાન ખેલાડી અલગ-અલગ પોઝમાં પોતાના કરતબો બતાવે છે. મલખંભ રમતમાં ભાગ લેનાર ખેલાડીઓનું શરીર સામાન્ય રીતે લવચીક હોય છે.
સૌથી અઘરી ગણાતી મલ્લખંભ રમતમાં શોર્યજિત ખરેને PM મોદીએ સ્ટાર પર્ફોર્મર પણ ગણાવ્યા હતા. શૌર્યજીત સૌથી નાની ઉંમરના સ્પોર્ટ્સ ઇવેન્ટ મલ્લખંભના સ્ટાર પ્લેયર બન્યા છે. ગુજરાતને નેશનલ લેવલ પર શોર્યજિત ખરેએ ગૌરવ અપાવ્યું છે.
પિતાની દસમાની પૂજાવિધિ સવારે પતાવી. ત્યાર બાદ શૌર્યએ નેશનલ ગેમ્સ માટે તૈયાર થયો. ઘરમાં ખૂબ જ તણાવયુક્ત વાતવરણમાં હોવા છતાં ઘરના લોકો એ શૌર્યને પ્રોત્સાહન આપ્યુ હતુ. શોર્યજિત ખરેના પિતાનું અવસાન થયું તેને 10 કે 11 દિવસ જ થયાં છે! છતાં પણ તેઓએ રમતના મેદાનમાં આવીને પોતાનું પર્ફોર્મન્સ શાનદાર અને દમદાર રીતે આપ્યુ હતું. તેમનું સપનું મલ્લખંભ રમતમાં વર્લ્ડ ચૈમ્પિયન બનવાનું છે.