Skip to main content

Satya Tv News

અંકલેશ્વરના જુના દિવા,જુના બોરભાઠામાં કોપર ચોરી
પાંચ ગામોની સીમમાં ટ્રાન્સફોર્મરમાંથી કોપર ચોરી
3.11 લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

અંકલેશ્વરના જુના દિવા,જુના બોરભાઠા સહિતના પાંચ ગામોની સીમમાં ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 3.11 લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના જુના દિવા ગામની સીમમાં આવેલ ઇકબાલ ઇબ્રાહિમ મંજરાના ખેતરમાં વીજ કંપની દ્વારા ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યું છે જે વીજ ટ્રાન્સફોર્મરને ચોરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ઢોળી, સ્તડ તોડી અને કોપર કોઈલની ચોરી કરી ફરાર થઇ જ્યારે ગામની સીમમાં અન્ય ચાર ગામની સીમમાં 11 ખેડૂતોના ખેતરમાં મુકેલ વીજ ટ્રાન્સફોર્મરને નિશાન બનાવ્યા હતા અને કોપર કોઈલ મળી કુલ 3.11 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છેકે શિયાળાની શરૂઆત પહેલા જ વીજ ટ્રાન્સફોર્મર ચોરીની ઘટના સામે આવી રહી છે.ત્યારે પોલીસ વિભાગ પેટ્રોલિંગ સઘન બનાવે તે જરૂરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: