અંકલેશ્વર ડેપો ઉપરથી પુત્ર સાથે ભત્રીજાના લગ્નમાં સાહદા જતી મહિલા દોડાઈચા બસમાં ચઢવા જતા જ તેની બેગમાંથી રોકડા અને સોનાના દાગીના ભરેલા 3.41 લાખની મત્તાના 2 પર્સની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.
લગ્નસરાની મૌસમમાં બેન્ડ, બાજા અને બારાત સાથે તસ્કરો પણ સક્રિય થયા છે. આવી જ ઘટના અંકલેશ્વરમાં પેહલી ડિસેમ્બરે મતદાનના દિવસે અંકલેશ્વરમાં બની હતી.કોસમડી ખાતે ગણેશ પાર્કમાં રહેતા 55 વર્ષીય રંજનાબેન કાંતિલાલ પટેલ પુત્ર પ્રફુલ સાથે મળસ્કે 5 કલાકે અંકલેશ્વર એસટી બસ ડેપો પોહચ્યા હતા. તેમના ફોઈના દીકરા અરવિંદના પુત્રના લગ્ન હોય તેઓ સાહદા જવા ડોડાઇચા બસમાં ચઢ્યા હતા.બસમાં જગ્યા રોકવા મહિલાનો પુત્ર પેહલા ચઢી ગયો હતો. જે બાદ મહિલા બસમાં બેગ સાથે ચઢી સીટ પર બેસતા જ બેગ જોતા ડઘાઈ ગઈ હતી. મહિલાના બેગનું ચેઇન ખલ્લુ હોય તરત અંદર જોતા બે પર્સ ગાયબ હતા.જેમાં એક પર્સમાં રોકડા 4 હજાર અને બીજા પર્સમાં લગ્નના પહેરવાના દાગીના સોનાનો રાણી હાર, સોનાનો અન્ય હાર અને મંગલસૂત્ર કુલ 13.5 તોલા કિંમત રૂપિયા 3.37 લાખનું કોઈ સેરવી ને લઈ ગયું હતું. જે અંગે આજે સોમવારે મહિલાએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.