Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એલસીબીએ માંડવા ખાતેથી ઝડપી પાડ્યો હતો

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ જીલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિ અટકાવવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર પોલીસ મથકનો પ્રોહીબીશન એક્ટના ગુના સંડોવાયેલ આરોપી માંડવા ગામમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે માંડવા ગામમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુના સંડોવાયેલ માંડવા ગામના વસાવા ફળિયામાં રહેતો સુરેન્દ્ર સોમા વસાવાને ઝડપી પાડી તેને અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસને હવાલે કરી તપાસ હાથ ધરી છે.

error: