Skip to main content

Satya Tv News

અંકલેશ્વરના ત્રણ રસ્તા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત
અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ
અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વરના ત્રણ રસ્તા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની નૂર મસ્જિદ ફળીયા અબ્દુલ દાઉદ જોગીયાત રીક્ષા નંબર-જી.જે.16.એ.ટી.6696 લઈ અંકલેશ્વર ત્રણ રસ્તાથી ખરોડ ખાતે જતા હતા તે દરમિયાન અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલ ઇકો કાર નંબર-જી.જે.16.ડી.જી.4232 ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રિક્ષામાં સવાર તમામ લોકોને આબાદ બચાવ થયો હતો જો કે અકસ્માત થતા રિક્ષાને નુકશાન થવા પામ્યું છે અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ આકાશ પાટીલ સાથે કરણસીંઘ સત્યા ટીવી અંકલેશ્વર

error: