Skip to main content

Satya Tv News

અંકલેશ્વરમાં ઝડપાયું શંકાસ્પદ મિથેનોલનો જથ્થો ભરેલ ટેન્કર
બાતમીના આધારે ભરૂચ એલસીબીએ ગોઠવી હતી વોચ
14 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો

ભરૂચ એલસીબીએ ગેરકાયદેસર રીતે અંકલેશ્વર GIDCની કોઈક કંપનીમાં ખાલી થયા તે પહેલા જ શંકાસ્પદ મિથેનોલનો જથ્થો ભરેલ ટેન્કર મળી કુલ ૧૪.૩૯ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન પેઈન્ટ ચોકડી નજીક ટેન્કર નંબર-એમ.એચ.૪૬ બી.એમ.૩૫૯૮માં શંકાસ્પદ લીકવીડ કેમિકલ ભરેલ જથ્થો લઇ ચાલક ઉભો છે જે કોઈક કંપનીમાં ગેરકાયદેસર રીતે જથ્થો ખાલી કરવાની ફિરાક છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી જગ્યા ઉપર ઉભેલ ટેન્કરમાં તપાસ કરતા તેમાંથી પાણી કલરનું કેમિકલ મળી આવ્યું હતું પોલીસે ટેન્કર ચાલક પાસે આધાર પુરાવો માંગતા તેણે આનાકાની કરતા પોલીસે તેની વધુ પુછપરછ કરતા તેણે ટેન્કરમાં મિથેનોલ ભરેલ હોવાનું જણાવ્યું હતું પોલીસે ૨૪ હજાર લીટર કેમિકલ અને ૧૦ લાખનું ટેન્કર મળી કુલ ૧૪.૩૯ લાખથી વધુનો જથ્થો શંકાસ્પદ હાલતમાં કબજે કર્યો હતો અને મુંબઈના કલમબોલી વાય.એલ.ટ્રાન્સપોર્ટ ખાતે રહેતો ટેન્કર ચાલક સુરજીતસિંગ રબેલસિંગને ઝડપી પાડ્યો હતો અને તેને જી.આઈ.સી.ડી.પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: