Satya Tv News

અંકલેશ્વર કોર્ટ રૂમ બહાર ચપ્પુ વડે હુમલાણી કોશિશ
પત્ની સંપર્ક હોવાની રીષ રાખી કરાયો હુમલો
પોલીસ જવાનો આવી જતા આરોપી ફરાર
બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વર કોર્ટ રૂમ બહાર સુનાવણી દરમિયાન એક ઇસમેં યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરવાની કોશિશ કરતા પોલીસ ફરિયાદ નોંધવા પામી છે.

અંકલેશ્વરના નવા દીવા ગામના શામજી ફળીયામાં રહેતો કિશન મના વસાવા અને તેનો ભાઈ સંજય પોતાની બાઈક લઇ અંકલેશ્વર કોર્ટ કેસની સુનાવણી હોય ગયા હતા. તે દરમિયાન અન્ય લોકોની ભીડ હતી. અંકલેશ્વર કોર્ટ રૂમ બહાર નવા દીવા ગામના શામજી ફળીયામાં રહેતો મનીષ માનસિંગ વસાવા પણ ઉભો હતો. જેને તેની પત્ની છોડી જતી રહેતા પત્ની કિશન મના વસાવાના સંપર્કમાં હોય તેની રીસ રાખી મનીષ માનસિંગ વસાવા એકદમ પાસે રહેલ ચપ્પુ લઇ દોડી આવ્યો હતો. અને આજે તો તને હું મારી નાખવાનો છું. તેમ કહી અપશબ્દો ઉચ્ચારતા કિશન વસાવાએ તેને ધક્કો મારી બુમરાણ મચાવતા પોલીસ જવાનો આવી જતા મનીષ વસાવા ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: